Home /News /national-international /સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી, કહ્યું- અમે ખડાઉને યુપીમાં લાવ્યા, હવે રામજી પણ આવશે

સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી, કહ્યું- અમે ખડાઉને યુપીમાં લાવ્યા, હવે રામજી પણ આવશે

સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી (ફાઈલ ફોટો)

Bharat Jodo Yatra: 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત 9 રાજ્યોમાંથી પસાર થઈ છે. લગભગ આઠ દિવસના વિરામ બાદ આ યાત્રા ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ જશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે સોમવારે પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીને અલૌકિક વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે, તેઓ એક તપસ્વી જેવા છે જે ધ્યાન સાથે તેમની 'તપસ્યા' કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે અમે ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ, ત્યારે રાહુલ ગાંધી તેમના ભારત જોડો પ્રવાસ માટે ટી-શર્ટમાં બહાર જઈ રહ્યા છે.

આ પણ વાંચો:"નફરત કે બાજારમાં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું": દિલ્હીમાં પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સલમાન ખુર્શીદે વધુમાં કહ્યું કે, 'ભગવાન રામની 'ખડાઉ(લાકડાના ચપ્પલ)' ઘણી આગળ વધે છે. કેટલીકવાર, જ્યારે રામજી પહોંચી શકતા નથી, ત્યારે ભરત ખડાઉ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ જ રીતે અમે ઉત્તર પ્રદેશમાં ખડાઉ ચલાવ્યું છે. હવે ખડાઉ યુપી પહોંચી ગયું છે, રામ જી (રાહુલ ગાંધી) પણ આવશે.'

bharat jodo yatra Congress leader rahul gandhi is superhuman says salman khurshid Lord Ram (1)
સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી


'ભારત જોડો યાત્રા'માં લગભગ 3,000 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રાહુલ ગાંધી આ દિવસોમાં દિલ્હીમાં છે. રાહુલ અને અન્ય ઘણા 'ભારત યાત્રીઓ' શનિવારે પદયાત્રા કરીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ નવ રાજ્યોમાંથી પસાર થઈ છે. લગભગ આઠ દિવસના વિરામ બાદ આ યાત્રા ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ જશે.
First published:

Tags: Congress Leader, New Delhi, Rahul gandhi latest news