ગેહલોતના મંત્રી પરસાદીલાલે રાહુલ ગાંધીની ભગવાન ‘રામ’ સાથે કરી તુલના, કહી દીધી આ વાત
રાહુલ ગાંધીની ભગવાન ‘રામ’ સાથે કરી તુલના
Bharat Jodo Yatra: રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. મંત્રી પરસાદીલાલ મીણાએ જણાવ્યું કે ભગવાન શ્રી રામ અયોધ્યાથી પગપાળા શ્રીલંકા ગયા હતા. પરંતુ હાલમાં રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી રહ્યા છે.આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ભગવાન રામ કરતાં વધુ ચાલશે.
જયપુર. રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. મંત્રી પરસાદીલાલ મીણાએ જણાવ્યું કે ભગવાન શ્રી રામ અયોધ્યાથી પગપાળા શ્રીલંકા ગયા હતા. પરંતુ હાલમાં રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી રહ્યા છે.આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ભગવાન રામ કરતાં વધુ ચાલશે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં આજ સુધી કોઈ આટલી લાંબી યાત્રા કરી શક્યું નથી અને ન તો કરશે. મીણાનું આ નિવેદન ચર્ચાનો વિષય છે.
મંત્રી પરસાદીલાલ મીણાએ સોમવારે દૌસા જિલ્લાના લાલસોટ વિસ્તારના બગડી ગામમાં આ નિવેદન આપ્યું હતું. મીણાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી શ્રી રામ કરતાં વધુ પગપાળા યાત્રા કરશે. આજ સુધી આ યાત્રા કોઈએ કરી નથી અને કોઈ કરી શકશે પણ નહીં. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક યાત્રા છે. દેશને બદલવા માટે રાહુલ ગાંધી દ્વારા યાત્રા કાઢવામાં આવી રહી છે.
મીણા ભૂતકાળમાં પણ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે
મેડિકલ મંત્રી પરસાદી લાલ મીણાએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થઈ રહેલી ચૂંટણી પર કહ્યું કે 22 વર્ષ બાદ પાર્ટીમાં લોકતાંત્રિક રીતે ચૂંટણી થઈ રહી છે. આવી સ્થિતિમાં સારા પરિણામો આવશે અને કોંગ્રેસ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે પરસાદીલાલ મીણા લાલસોટથી ધારાસભ્ય છે. તેઓ ભૂતકાળમાં ઘણી વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે. સોમવારે જ્યારે તેમણે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી તો તેઓ ફરી ચર્ચામાં આવ્યા.
મીણા અશોક ગેહલોત કેમ્પના મંત્રી છે અને તેમના નિકટ છે
પરસાદીલાલ મીણાનો એક વીડિયો ભૂતકાળમાં વાયરલ થયો હતો. તેમાં તેમના પર મેમોરેન્ડમ આપવા આવેલા લોકો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.પરસાદીલાલ મીણા અશોક ગેહલોત કેમ્પના મંત્રી છે અને તેમના નજીકના ગણાય છે. મીના પાસે આરોગ્ય વિભાગ ઉપરાંત એક્સાઇઝ વિભાગની જવાબદારી પણ છે. પરસાદીલાલ લાલસોટથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજસ્થાનમાં તાજેતરના રાજકીય વાવાઝોડા દરમિયાન પણ પરસાદીલાલ મીણાએ ગેહલોતની તરફેણમાં અનેક નિવેદનો આપ્યા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર