નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને રાહુલ ગાંધી પર સવાલો ઊભા કર્યા છે. અનુરાગ ઠાકુરે ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ કોરોના વાયરસથી સંક્રમિત થતાં શુક્રવારે અનેક સવાલો ઊભા કર્યા હતા કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે.
અનુરાગ ઠાકુરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી યાત્રા દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા છે. તે દિવસે રાહુલ ગાંધી મુખ્યમંત્રીને હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતા. શું રાહુલ ગાંધીએ પોતાનો કોવિડ- 19 ટેસ્ટ કરાવ્યો છે ? કેન્દ્રીય મંત્રી જાણવા માગે છે કે, શું ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા અન્ય લોકોએ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો છે ? તેમણે કહ્યું કે, શું કોંગ્રેસ કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે ? શું એક પાર્ટી એક પરિવાર કોવિડ પ્રોટોકોલથી ઉપર છે ?
દેશમાં કોરોના વધશે તો કોંગ્રેસ જવાબદાર હશે: મંત્રી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર હશે. ઠાકુરે કહ્યું કે, શું કોંગ્રેસ નેતાઓએ કોવિડ ટેસ્ટ વિશે ખોટી જાણકારી ફેલાવાનું ચાલુ રાખ્યું છે, તેમણે રસી વિશે કર્યું હતું તેવું,. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાય વર્ષોથી હોસ્પિટલમાં ભરતી થવા પર દેશના સ્વાસ્થ્ય માળખાગત ઢાંચાના પરિણામ ભોગવવા પડે છે અને તેના માટે કોવિડને લઈને ખોટી વિગતો અને ભ્રમ ફેલાવવા માટે કોંગ્રેસ જવાબદાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર