Kashmir Target Killing:ભાજપે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કરી માંગ કરી, JDUએ પણ સૂરમાં સૂર રેલાવ્યા

પ્રતિકાત્મક તસવીર

Bihar News: ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર વાચોલે(BJP MLA Hari Bhushan Thakur) કહ્યું છે કે, જો આતંક સામે લડવું હશે તો ભારતને પહેલા હિન્દુ રાષ્ટ્ર(Hindu nation) જાહેર કરવું પડશે.

  • Share this:
    પટના: કાશ્મીર ઘાટીમાં (Kashmir Valley) આતંકવાદીઓ દ્વારા બિહારના રહેવાસીઓ (Kashmir Target Killing)ની હત્યાના વઘતા જતા કેસે બિહારના રાજકારણ (Bihar Politics) માં વેગ પકડ્યો છે. આ ઘટનાઓને લઈ ભાજપના નેતાઓ ખૂબ ગુસ્સે ભરાયા છે. ભાજપના ધારાસભ્યએ (BJP MLAs) આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ સાથે ભારતને હિન્દુ રાષ્ટ્ર (Hindu Rashtra) જાહેર કરવાની માંગ કરી છે.

    ભાજપના સહયોગી જનતા દળ યુનાઇટેડે (JDU) પણ સૂરમાં સૂર પુરાવ્યા છે, જેના કારણે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર વાચોલે કહ્યું છે કે, જો આતંક સામે લડવું હોય તો ભારતને પહેલા હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું પડશે.

    તેમણે ભારતને માત્ર હિન્દુ રાષ્ટ્ર જ નહીં પરંતુ અહીં રહેતા લઘુમતીઓ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવો કાયદો જાહેર કરવાની માંગ કરી છે. તેઓ માંગ કરે છે કે, જે રીતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ લઘુમતીમાં છે, અને તેમના માટે જેવા કાયદા બનાવ્યા છે તેવા જ કાયદા ભારતમાં રહેતા મુસ્લિમો માટે બનાવવો જોઈએ.

    આ પણ વાંચોઃ-મહિલાઓ જરા સંભાળીને! સુરતઃ Diwaliની સફાઈ કરતા મહિલા ત્રીજા માળેથી પટકાઈ, live મોત થયું CCTVમાં કેદ

    મુખ્યમંત્રી નીતિશ કુમાર ભલે ભાજપની આ માગણીનું ખુલ્લેઆમ સમર્થન ન કરે, પરંતુ તેમના પક્ષના ધારાસભ્યો ભાજપના સૂરમાં સૂર મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેડીયુના ધારાસભ્ય ડો.સંજીવ કુમારના જણાવ્યા અનુસાર ભારત માત્ર હિન્દુઓનો દેશ છે.

    આ પણ વાંચોઃ-સુરતનો ચોંકાવનારો કિસ્સો! ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી, બાળકનો પિતા કોણ પરિવાર અને પોલીસ મૂંઝવણમાં

    હિન્દુઓ સિવાય જે પણ આ દેશમાં રહે છે તે આક્રમણકારી છે. તેઓએ ગમે તેમ કરીને ભારત પર આક્રમણ કર્યું અને અહીં જ વસી ગયા. કેટલાય લોકોને મારી ભારત પર રાજ કર્યું. ભારત પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે.

    આ પણ વાંચોઃ-shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી

    ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર વાચોલ અને જેડીયુના ધારાસભ્ય સંજીવ કુમાર ઉપરાંત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રાણા રણધીર પણ માને છે કે ભારત સનાતન ધર્મમાં માનવા વાળો દેશ છે, અને અહીં રહેતા તમામ લોકો સનાતન ધર્મના લોકો છે.
    Published by:ankit patel
    First published: