ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં શાનદાર પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરેન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પર્યટક એક સાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન ગુજરાતના હેરીટેજ અને તીર્થસ્થળના દર્શન કરાવશે.
નવી દિલ્હી: ભારતીય રેલ વિભાગ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેન શરુ કરી છે. આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત 28 ફેબ્રુઆરીથી દુલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરુ થશે. આ યાત્રામાં વાયબ્રન્ટ ગુજરાતની વિરાસતને બતાવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકેન્ડ એસી ડબ્બા હશે. આખા દિવસમાં આ ટ્રેન લગભગ આઠ કલાક ચાલશે. આ દરમિયાન 3500 કિમીની યાત્રા પુરી કરશે.
સમગ્ર વિગતો જાણવા અહીં ક્લિક કરો-(ભાડૂ, પેકેજ, રુટ, સુવિધા)
આ “ગરવી ગુજરાત” ટ્રેનને માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ 28 ફેબ્રુઆરી 2023 (મંગળવાર) ના રોજ 17.30 કલાકે દિલ્હી સફદરજંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવશે.આ ટ્રેન ટૂર સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવી છે. 28 ફેબ્રુઆરી 2023 ના રોજ 17.30 કલાકે વિડિઓ લિંક દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી.
ટ્રેન વિરાસત સ્થળ અને તીર્થ સ્થળના દર્શન કરાવશે
ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં શાનદાર પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરેન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પર્યટક એક સાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન ગુજરાતના હેરીટેજ અને તીર્થસ્થળના દર્શન કરાવશે.
ગરવી ગુજરાત ટૂર પેકેજમાં પર્યટકોને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળ બતાવશે. ટૂરિસ્ટ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલ્લેરા અને અજમેર રેલ્વે સ્ટેશનથી પણ આ ટ્રેન પકડી શકશે.આઈઆરસીટીસીએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં પૈસા આપવાનો વિકલ્પ પણ આપ્યો છે. તેના માટે આપે પેમેન્ટ ગેટ વેમાં ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરી શકશો.
આ યાત્રામાં અક્ષરધામ મંદિર, સાબરમતી નદી, મોઢેરા સૂર્ય મંદિર, યૂનેસ્કોની વિરાસત સ્થળ સ્થળ પાટણમાં આવેલી રાણી કી વાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવશે. ટ્રેન શાનદાર સુવિધાઓથી સજજ હશે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખતા તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર