Home /News /national-international /ખુશખબર: ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાથી નેપાળ સુધીની કરી શકશો યાત્રા, આટલા પવિત્ર સ્થળની લઈ શકશો મુલાકાત

ખુશખબર: ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાથી નેપાળ સુધીની કરી શકશો યાત્રા, આટલા પવિત્ર સ્થળની લઈ શકશો મુલાકાત

bharat gaurav tourist train

આ સમગ્ર ટ્રેન ઈંફોટેનમેન્ટ સિસ્ટમથી લૈસ છે. એટલે કે, આપના મનોરંજનની પુરતી વ્યવસ્થા છે. ડીલક્સ વાહનમાં કોચમાં શોવર ક્યૂબિકલ્સ, સેન્સર આધારિત વોશરુમ ફંક્શન અને ફુટ મસાજર્સ પણ છે. મતલબ એકદમ લક્ઝૂરી.

    નવી દિલ્હી: જો આપ ટ્રેન દ્વારા નેપાળ દર્શનનું સપનું જોઈ રહ્યા છો, તો હવે આપની આ ઈચ્છા પુરી થઈ જશે. ભારતીય રેલવે ટૂંક સમયમાં તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેન ચલાવશે, જે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાનના પડોશી દેશ નેપાળમાં જનકપુરીને જોડશે. પોતાની ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરતા ઈંડિયન રેલવે નંદીગ્રામ સીતામઢી, કાશી અને પ્રયાગરાજને જોડશે. આ વર્ષે 17 ફેબ્રુઆરીએ આ રુટ શરુ કરવાની તૈયારી છે.

    આ પણ વાંચો: ભારતીય રેલવેઃ ભારત ગૌરવ ટ્રેનના ભાડામાં 30% ઘટાડો થઈ શકે છે, જાણો કારણ

    7 દિવસીય તીર્થ દર્શનનું ભાડૂ લગભગ 39 હજાર પ્રતિ વ્યક્તિ


    આ 7 દિવસીય યાત્રામાં અયોધ્યા, સીતામઢી અને પ્રયાગરાજમાં દિવસે રોકાવાની સાથે જનકપુર અને વારાણસીમાં હોટલમાં રોકાવાનો ખર્ચ પણ સામેલ છે. માર્ગમાં ટ્રેન અને બસ યાત્રા પણ સામેલ છે. માર્ગમાં ટ્રેન અને બસ યાત્રામાં પણ સામેલ હશે, જેમાં તમામ ભાડા 39,775 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરુ થશે.

    ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ, એક સારી રીતે સુસજ્જિત પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરાં છે. તેમાં 156માં પર્યટક સવાર થઈ શકે છે અને દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડ છે.

    આ સમગ્ર ટ્રેન ઈંફોટેનમેન્ટ સિસ્ટમથી લૈસ છે. એટલે કે, આપના મનોરંજનની પુરતી વ્યવસ્થા છે. ડીલક્સ વાહનમાં કોચમાં શોવર ક્યૂબિકલ્સ, સેન્સર આધારિત વોશરુમ ફંક્શન અને ફુટ મસાજર્સ પણ છે. મતલબ એકદમ લક્ઝૂરી.

    ભારતીય રેલવેની એક ઓફિશિયલ જાણકારી અનુસાર, ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનની યાત્રા ભગવાન રામની જન્મભૂમિથી શરુ થશે. જેમાં પર્યટક શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિર સાથે સાથે નંદીગ્રામમાં ભરત મંદિર આવશે.

    અયોધ્યા બાદ ટ્રેન બિહારના સીતામઢી રેલવે સ્ટેશન પહોંચશે. અહીં પર્યટકો બસથી નેપાળ જનકપુર જશે, જે સીતામઢી રેલવે સ્ટેશનથી 70 કિમી દૂર છે.

    જનકપુરમાં રોકોવા દરમિયાન પર્યટક રામ જાનકી મંદિર, સીતારામ વિવાહ મંડપ અને ધનુષ ધામ જઈ શકશે.

    અહીં બાદ પર્યટકો સીતામઢી પરત ફરશે. સીતામઢી તથા પુનૌરા ધામમાં જાનકી મંદિરના દર્શન કરશે. ટ્રેન ફરી વારાણસી માટે રાતભરની યાત્રા પર આગળ વધશે.


    કાશીમાં પર્યટક સારનાથ, કાશી વિશ્વનાથ મંદિર અને ગલિયારા, તુલસી મંદિર અને સંકટ મોચન હનુમાન મંદિર જશે.

    પર્યટક બસ દ્વારા વારાણસીથી પ્રયાગરાજ જશે. અહીં સંગમ, શંકાર વિમાન મંડપમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ જશે. પ્રયાગરાજ બાદ ટ્રેન પોતાની યાત્રાના સાતમા દિવસે દિલ્હી પરત ફરશે. મહેમાન આ દરમિયાન લગભગ 2500 કિમીની યાત્રા કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Indian railways, Ram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन