ભારત બાયોટેક અને SIIની વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી નહીં

ભારત બાયોટેક અને SIIની વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી નહીં
પ્રતિકાત્મક તસવીર

ભારત બાયોટેકે ગત સોમવારે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)પાસે વેક્સીનના ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી હતી

 • Share this:
  નવી દિલ્હી : ભારત બાયોટેક (Bharat Biotech)અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની (Serum Institute of India)વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી નથી. આ વાત ન્યૂઝ 18ને સૂત્રો દ્વારા જાણ થઈ છે. જાણકારી પ્રમાણે આ બંને વેક્સીન પ્રોજેક્ટ્સને ડેટાની (Vaccine Projects)કમીના કારણે મંજૂરી આપવામાં આવી નથી.

  બંને ફાર્મા કંપનીઓએ સરકાર પાસે માંગી હતી મંજૂરી  ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગત સોમવારે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)પાસે વેક્સીનના ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી હતી. ભારત બાયોટેકે વેક્સીન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને તૈયાર કરી છે. આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રેજેનેકા-ઓક્સફોર્ડની વેક્સીન માટે ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી હતી. SIIએ પણ પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને આ પ્રોજેક્ટ ભારતમાં ટ્રાયલ પણ કરી રહી છે.

  આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાગ્રસ્ત પોલીસ માટે ત્રણ પ્રકારની કીટ, જાણો શું છે આ કીટમાં

  Pfizerએ પણ ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી

  ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન સિવાય અમેરિકાની દવા કંપની Pfizerએ પણ ઇમરજન્સી યૂઝની મંજૂરી માંગી હતી. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આગામી કેટલાક સપ્તાહમાં કોવિડ વેક્સીન માટે લાયસન્સ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં Pfizerની વેક્સીનનો ઉપયોગ પણ કરવામાં આવી ચૂક્યો છે.

  કોરોના વાયરસ સંક્રમણ માટે દેશમાં 8 કંપનીઓએ કોવિડ વેક્સીન વિકસિત કરવામાં લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળારે આ વિશે જાણકારી આપી હતી.
  Published by:Ashish Goyal
  First published:December 09, 2020, 19:51 pm