કોરોનાથી બાળકોને બચાવવા ગેમ ચેન્જર બનશે Made in India નેઝલ વેક્સીન- WHOના વૈજ્ઞાનિક

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે.

  • Share this:
    ભારતમાં (india) હાલ કોરોનાની બીજી લહેરનો (corona second wave) કહેર વ્યાપી રહ્યો છે. આ દરમિયાન ત્રીજી લહેરની (Corona third wave) પણ આશંકા સેવાઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને (children) નિશાન બનાવી શકે છે. વિશ્વભરમા હાલ 12 વર્ષથી ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી. એટલું જ નહીં, ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લોકો માટે કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી.

    દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, કોરોનાની નેઝલ રસી  (nasal vaccine ) બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રકારની રસી નાક દ્વારા આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, તે ઇન્જેક્શનની રસી કરતા વધુ અસરકારક છે. આ સાથે તેને લેવી પણ સરળ છે.

    સીએનએન-ન્યૂઝ18 સાથે વાત કરતા સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, વધુમાં વધુ શાળાના શિક્ષકોને રસી આપવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોને ત્યારે જ શાળામાં મોકલવા જોઈએ જ્યારે કોમ્યુનિટી સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય. સ્વામિનાથને વધુમાં કહ્યું કે, 'ભારતમાં બનેલી નેઝલ રસી બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ રસી બાળકોને લગાવવી સરળ પડશે. આ સાથે, તે શ્વસન માર્ગમાં પ્રતિરોધક શક્તિ વધારશે.

    સુરતનાં ધારાસભ્ય આવ્યાં વિવાદમાં: કોરોનાના દર્દી માટેના ઇન્જેક્શન તૈયાર કરી રહ્યાંનો વીડિયો વાયરલ

    કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે, બાળકો ચેપથી સુરક્ષિત નથી, પરંતુ એમ પણ કહ્યું હતું કે, હાલ બાળકો પર વાયરસની અસર ઓછી થઈ રહી છે. જો તમે વિશ્વ અને દેશના આંકડા પર નજર નાંખો તો માત્ર 3-4 ટકા બાળકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. નીતિ આયોગના (સ્વાસ્થ્ય) સભ્ય વી.કે. પોલે કહ્યું કે, 'જો બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો કોઈ લક્ષણો દેખાતા નથી અથવા ઓછામાં ઓછા લક્ષણો દેખાશે. તેમને સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. પરંતુ આપણે 10-12 વર્ષના વયના બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.'

    રસી છે રામબાણ! વેકસીન લેનાર 86.6% લોકોનું કોરોના કંઈ ન બગાડી શક્યો- GTUનો સર્વે

    ભારત બાયોટેક કરી રહી છે ટ્રાયલ

    હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ રસીના ડોઝ નાક દ્વારા આપવામાં આવશે. જે કોરોનાને મારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નેઝલ સ્પ્રેના માત્ર 4 ટીપાંની જરૂર પડશે. નાકનાં બે છિદ્રોમાં બે ટીપાં મૂકવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી અનુસાર, 175 લોકોને અનુનાસિક રસી આપવામાં આવી છે. તેઓ ત્રણ જૂથોમાં વહેંચાયેલા છે. પ્રથમ અને બીજા જૂથમાં 70 સ્વયંસેવકો છે અને ત્રીજામાં 35 સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે. જોકે, આ ટ્રાયલનાં હજી પરિણામો આવવાના બાકી છે.
    Published by:Kaushal Pancholi
    First published: