Home /News /national-international /Bharat Biotech Intranasal Corona Vaccine: ભારતની પહેલી નોઝલ કોરોના વેક્સિનને DCGIની મંજૂરી, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જાહેરાત કરી

Bharat Biotech Intranasal Corona Vaccine: ભારતની પહેલી નોઝલ કોરોના વેક્સિનને DCGIની મંજૂરી, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જાહેરાત કરી

ફાઇલ તસવીર

Bharat Biotech Intranasal Corona Vaccine: નાકથી આપવાની આ રસી એવી રીતે બનાવવામાં આવી છે કે નીચી તેમજ મધ્યમ આવક ધરાવનારા દેશોને પણ તે પરવડશે.

  નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ઇન્ટ્રાનોઝલ (નાકથી આપી શકાય તેવી) વેક્સિનને કોરોના વાયરસ માટે વાપરવા ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઈ) પાસેથી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ મંગળવારે જાહેરાત કરી છે. આ પહેલાં 15 ઓગસ્ટે કંપનીએ નાકથી આપવાની વેક્સિનનું ત્રીજું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ)એ જણાવ્યું હતું કે, નાકથી આપવાની કોવિડ વેક્સિન ‘બીબીવી 154’ ત્રીજા તબક્કાના ટેસ્ટિંગમાં સુરક્ષિત, સારી રીતે સહન કરી શકાય તેવી અને પ્રતિરક્ષાજનક સાબિત થઈ છે.

  નીચી-મધ્યમ આવક ધરાવતા દેશો પણ ખરીદશે


  વેક્સિનના પહેલા અને બીજા તબક્કાના ટેસ્ટિંગમાં પણ સફળતા મળી હતી. બીબીવી 154ને નાકથી આપવા માટે સ્પેશિયલ બનાવવામાં આવી છે. નાકથી આપવા સિવાય આને એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી તે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો પણ ખરીદી શકશે.

  આ પણ વાંચોઃ ઓમિક્રોન માટે આવશે વેક્સિન, ભારતમાં ચાલી રહ્યું છે કામ

  વોશિંગ્ટન વિશ્વાલયની ભાગીદારી સાથે વેક્સિન તૈયાર


  બીબીવી 154ને સેન્ટ લુઇસ સ્થિત વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયની ભાગીદારી સાથે તૈયાર કરવામાં આવી છે. ભારત બાયોટેકે પ્રી ક્લિનિકલ સુરક્ષા આંકલન, મોટા પ્રમાણમાં નિર્માણ, ફોર્મ્યુલા અને માણસ પર ક્લિનિકલ પરીક્ષણ સહિત વિતરણ પ્રણાલી પર કામ કર્યું છે. કેન્દ્ર સરકારે જૈવ પ્રૌદ્યોગિકી વિભાગના કોવિડ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ઉત્પાદન તથા વિકાસ અને ક્લિનિકલ પરીક્ષણ માટે થોડો ખર્ચો કર્યો હતો. પરીક્ષણ દરમિયાન બીબીવી 154નું પ્રાથમિક વેક્સિન તરીકે અને કોવિડની બીજી વેક્સિનના બે ડોઝ લીધા બાદ ત્રીજો ડોઝ બીબીવી 154નો લે તો શું અસર થશે તેનું પણ આંકલન કરવામાં આવ્યું છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Corona vaccine, Corona vaccine news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन