કોરોનાની દેશી વેક્સીનને મળી મોટી સફળતા, વાંદરામાંથી વાયરસનો સફાયો કર્યો

News18 Gujarati
Updated: September 12, 2020, 12:31 PM IST
કોરોનાની દેશી વેક્સીનને મળી મોટી સફળતા, વાંદરામાંથી વાયરસનો સફાયો કર્યો
પ્રતિકાત્મક તસવીર

Coronavirus Vaccine India: ભારત બાયોટેક તરફથી મુલાટા પ્રજાતિના ખાસ વાંદરાને આ વેક્સીનનો ડોઝ આપ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: વેક્સીન બનાવી રહેલી દેશી કંપની ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી પ્રાણીઓ પર વેક્સીનનું પરીક્ષણ સફળ રહ્યાનો દાવો કર્યો છે. ભારત બાયોટેકે કહ્યું છે કે ટ્રાયલના પરિણામોમાં લાઇવ વાયરલ ચેલન્જ મૉડલમાં વેક્સીને સુરક્ષિત પ્રભાવ બતાવ્યો છે. હૈદરાબાદ સ્થિત ફર્મ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "ભારત બાયોટેક ગર્વ સાથે COVAXINના પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોનું પરીણામ જાહેર કરી રહી છે. આ પરિણામ લાઇવ વાયરલ ચેલેન્જ મૉડલમાં વેક્સીનની અસર બતાવે છે."

ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાંદરાઓ પર કરવામાં આવેલા પરીક્ષણથી વેક્સીની પ્રતિરક્ષા વિશે માહિતી મળે છે. ભારત બાયોટેક તરફથી મુલાટા પ્રજાતિના ખાસ વાંદરાને આ વેક્સીનનો ડોઝ આપ્યો હતો. કંપનીએ જણાવ્યું કે ગત દિવસોમાં હ્યૂમન ટ્રાયલનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ કર્યો છે. હવે બીજા તબક્કા માટે DCGI પાસેથી મંજૂરી માંગી છે. એવું માની શકાય કે થોડા દિવસોમાં બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: રાજકોટ અને મોરબીના આ આયોજકો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરે

ભારત બાયોટેક તરફથી પ્રથમ તબક્કામાં 12 શહેરમાં વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન 375 લોકોએ ટ્રાયલમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે ભારતમાં હાલ ત્રણ અલગ અલગ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂણેમાં બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહી છે.

ભારત બાયોટેકે DCGIને પત્ર લખ્યો

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત બાયોટેક તરફથી બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે SEC કમિટીને પત્ર લખવામાં આવ્યો છે. DCGIના ડૉક્ટર એસ. ઐશ્વર્ય રેડ્ડીએ તેના જવાબમાં 390 લોકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે કોઈ પણ રસીનું સામાન્ય રીતે ત્રણ તબક્કામાં પરીક્ષણ થાય છે. પહેલા તબક્કામાં એવું માલુમ પડે છે કે શું આ વેક્સીન આપ્યા બાદ તેની કોઈ આડ અસરત તો નથી થતી ને.

પ્રથમ તબક્કામાં એવી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે રસીનો ઉપયોગ સુરક્ષિત છે કે નહીં. આ દરમિયાન ઓછા માત્રામાં લોકોને પરીક્ષણમાં સામેલ કરવામાં આવે છે. બીજા તબક્કામાં આ રસી લોકો પર કેટલી અસરકારક છે તે ચકાસવામાં આવે છે. જ્યારે અંતિમ તબક્કામાં હજારો લોકોને રસીનો ડોઝ આપવામાં આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: September 12, 2020, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading