નવી દિલ્હી : કોરોના મહામારી (Coronavirus)સંકટ વચ્ચે વેક્સીનની કિંમતો પર વિવાદ થઇ રહ્યો છે. આ દરમિયાન ભારત બાયોટેકે (Bharat Biotech)કોવેક્સીનને (Covaxin) પ્રાઇવેટ હોસ્પિટલોમાં 1200 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝમાં આપવામાં આવશે. એટલે કે વેક્સીનના બધા બે ડોઝ માટે 2400 અને 1200 રૂપિયા અનુક્રમે આપવા પડશે. તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીન રાજ્ય સરકારોને 400 અને પ્રાઇવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં વેચવા પર ઘણો હંગામો જોવા મળી રહ્યો છે.
જોકે રાજ્ય સરકારોએ પોતાના લોકોને મફત ટિકાકરણની જાહેરાત કરી છે. દેશમાં 1 મે થી 18 વર્ષથી ઉંમરના બધા લોકો માટે વેક્સીનેશન કરવામાં આવશે.
ભારત બાયોટેકે પોતાના નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો પ્રમાણે કોવેક્સીનની કિંમત નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારની હોસ્પિટલ માટે વેક્સીનની પ્રતિ ડોઝની કિંમત 600 રૂપિયા હશે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલો માટે પ્રતિ ડોઝ વેક્સીનની કિંમત 1200 રૂપિયા રહેશે.
" isDesktop="true" id="1091046" >
ગત મંગળવારે ભારત બાયોટેકના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે કંપની આગામી મહિને કોવિડ-19 કોવેક્સીનના ત્રણ કરોડ ડોઝ ઉત્પાદન કરશે. માર્ચમાં કંપનીએ કોવેક્સીનના 1.5 કરોડ ડોઝ ઉત્પાદન કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર