Home /News /national-international /Exclusive: ભારત બંધ પર રવિશંકર પ્રસાદે કહ્યુ, કૃષિ બિલોને રદ કરવાની ખેડૂતોની માંગ ખોટી

Exclusive: ભારત બંધ પર રવિશંકર પ્રસાદે કહ્યુ, કૃષિ બિલોને રદ કરવાની ખેડૂતોની માંગ ખોટી

Bharat Bandh: ખેડૂતોની જમીન પર કોઈનો કબજો નહીં થાય, આ આશ્વાસન સરકારે ખેડૂતોને આપ્યું છે- રવિશંકર પ્રસાદ

Bharat Bandh: ખેડૂતોની જમીન પર કોઈનો કબજો નહીં થાય, આ આશ્વાસન સરકારે ખેડૂતોને આપ્યું છે- રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધને રાજકીય પાર્ટીઓના સમર્થન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) કહ્યું છે કે રાજકીય પાર્ટીઓ ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. પ્રસાદે News18 India સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ત્રણેય કાયદા રહ્યા બાદ પણ માર્કેટ યાર્ડ અને એમએસપી હંમેશા ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો દ્વારા ત્રણેય કાયદાને રદ કરવાની માંગને ખોટી ગણાવતા કહ્યું કે મોદી સરકારમાં ખેડૂત સમૃદ્ધ થઈ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ખેડૂત આપણા અન્નદાતા છે, ખેડૂતોના વિકાસ અને ખેડૂતો માટે સમર્પિત સરકાર છે. તેઓએ કહ્યું કે ખેડૂતો માટે માર્કેટ ખતમ નહીં થાય અને ન તો MSP ખતમ થશે. ખેડૂતોની જમીન પર કોઈનો કબજો નહીં થાય. આ આશ્વાસન સરકારે ખેડૂતોને આપ્યું છે.

ખેડૂતો સાથે ઘણા દિવસો સુધી વાત કરવી, મીટિંગો કરવી અને તો પણ ખેડૂતો ન માનવાના સવાલ પર પ્રસાદે કહ્યું કે અમારા સીનિયર મિનિસ્ટર્સ વાત કરી રહ્યા છે અને મંત્રણા ચાલુ છે. તે અંગે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. નરેન્દ્ર મોદજીની સરકાર ખેડૂતો અને તેમના વિકાસ માટે સમર્પિત છે. અમારી સરકારે ખેડૂત સન્માન નિધિના માધ્યમથી 10 કરોડ ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.

આ પણ વાંચો, ખેડૂત આંદોલન અને કોરોના વાયરસને કારણે કાલે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે સોનિયા ગાંધી

ખેડૂતોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે

રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી. તેઓએ કહ્યું કે MSP પર શરૂ થયેલી વાતચીત કાયદાને રદ કરવા સુધી પહોંચી ગઈ. તેની પછળ કઈ તાકાત છે એ મોટો સવાલ છે. પ્રસાદે કહ્યું કે નવેમ્બરના અંત સુધી 60 હજાર કરોડ રૂપિયાનું અનાજ MSP પર ખરીદવામાં આવ્યું છે. MPS વધારવામાં પણ આવી રહી છે. અમે તો કામ કરીને દર્શાવી રહ્યા છીએ.

આ પણ વાંચો, Indian Railwaysએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો, અનેકના રૂટ બદલ્યા, જુઓ યાદી

બીજેપી નેતાએ કહ્યું કે, ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમે તેમની દરેક વાત સાંભળવા તૈયાર છીએ પરંતુ એવું લાગે છે કે તેમને ક્યાંકથી દિશા-નિર્દેશ કરવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Agriculture laws, Bharat Bandh, Farmers Protest, Ravi shankar prasad, કોંગ્રેસ, ભાજપ, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો