Home /News /national-international /

ભારત બંધ: બંગાળમાં બસમાં તોડફોડ, TMC અને CPMના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

ભારત બંધ: બંગાળમાં બસમાં તોડફોડ, TMC અને CPMના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

સરકારની એક તરફી અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ મંગળવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે

સરકારની એક તરફી અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ મંગળવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: સરકારની એક તરફી અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ મંગળવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં લગભગ 20 કરોડ કર્મચારીઓ સામેલ છે. સાથે જ મુંબઇમાં બેસ્ટ બસ યુનિયનને પણ હડતાળની જાહેરાત કરી છે, જેના લીધે મુંબઇમાં રોજ ચાલતી 1812માંથી સવારે એક પણ બસ ચાલી નહોતી. બેસ્ટ મેનેજમેન્ટને હડતાળને રોકવા માટે મેસ્મા લાગુ કર્યો છે.

    હડતાળને પગલે બંગાળમાં એક બસમાં તોડફોડ કરવામાં આવી છે. ઉપરાંત ટીએમસી અને સીપીએમ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર છે.

    આ હડતાળમાં ખેડૂતો પણ જોડાયા છે. માકપા સાથે સંબંધિત ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્નન મુલ્લાએ કહ્યું કે, 'એઆઇકેએસ અને ભૂમિ અધિકાર આંદોલન 8-9 જાન્યુઆરીએ ગ્રામીણ હડતાળ, રેલ અને માર્ગ રોકો અભિયાન ચલાવશે. આ દિવસે જ ટ્રેડ યુનિયન રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરી રહ્યું છે.'

    સાથે જ જાહેર બેંકોના કેટલાક કર્મચારી રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાશે. તેમણે સરકારની કથિત કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનોની હડતાળને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 20 crore workers, Banks, Bharat Bandh, ટ્રાન્સપોર્ટ, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन