SC/ST એક્ટમાં સુધારાના વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન, 9નાં મોત

News18 Gujarati
Updated: April 2, 2018, 9:56 PM IST
SC/ST એક્ટમાં સુધારાના વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન, 9નાં મોત

  • Share this:
મધ્ય પ્રદેશમાં ભારત બંધ દરમિયાન હિંસક પ્રદર્શન અને તોડફોડ દરમિયાન સાત લોકોનાં મોત થઈ ગયા છે. ગ્લાલિયર તેમજ ભીંડ જિલ્લાની અનેક જગ્યાએ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મળી રહેલી જાણકારી પ્રમાણે ગ્વાલિયરમાં હિંસક પ્રદર્શન દરમિયાન ફાયરિંગમાં 02 લોકોનાં મોત થઈ ગયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોમાં અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગોળી કોણે ચલાવી હતી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આમ સર્વત્ર ભારતમાં બંધ દરમિયાન 09 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભીંડના અમારા રિપોર્ટર અનિલ શર્માના જણાવ્યા પ્રમાણે ઠેર ઠેર હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમુક જગ્યાએ પોલીસ પર ફાયરિંગ પણ થયું હતું. જવાબમાં પોલીસે કરેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.

મુરૈનામાં એકનું મોત

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં ભારત બંધ દરમિયાન ભડકેલી હિંસામાં એક વ્યક્તિનું ગોળી વાગતા મોત થઈ ગયું છે. ભારત બંધનું સમર્થન કરી રહેલા દેખાવકારો પર ફાયરિંગ કરવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે, બંધના સમર્થકો અને વિરોધીઓ સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન ફાયરિંગ થયું હતું, જેમાં બેટૂ પાઠક નામના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.

પ્રદર્શન દરમિયાન બંધ સમર્થકોએ બસ સ્ટેન્ડ, બૈરિયર ચોક પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દેખાવકારોને ખસેડવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. સાથે જ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.પોલીસે કેમ પણ કરીને દેખાવકારોને ખસેડ્યા હતા. મુરૈના રેલવે સ્ટેશન પર વિરોધ શરૂ થઈ ગયો હતો. દેખાવકારોએ અહીં ટ્રેનના પાટા પર અડ્ડો જમાવી દીધો હતો, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

રેલવે સ્ટેશન પર ઉપદ્રવિઓએ ડર ફેલાવવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. રેલવે સ્ટેશન પર પોલીસ અને ઉપદ્રવી સામસામે આવી ગયા હતા. ઘટના બાદ એસપી અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

મેરઠમાં પ્રદર્શન બેકાબૂ, દેખાવકારોએ પોલીસ ચોકી સળગાવી

મેરઠમાં બેકાબૂ બનેલા દેખાવકારોએ શોભાપુર પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં અહીં પડેલી અનેક બાઇક્સ અને વાહનોમાં આગ લગાડી દીધી હતી. તોફાની તત્વોએ મીડિયા અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ત્યાંથી ખદેડી દીધા હતા.
First published: April 2, 2018, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading