અમારો સંઘર્ષ હંમેશા મોદી સરકારને ઘૂંટણીએ પાડવાનો રહેશે: માયાવતી

  • Share this:
    દલિત પ્રદર્શનને લઈ બસપા સુપ્રિમો માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ કે બસપાએ દલિત સમાજના લોકોના આંદોલનને હિંસક નથી બનાવ્યું, કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રદર્શનને હિંસક બનાવવામાં આવી રહ્યું છે. અનગ-અલગ રાજ્યમાં દલિત અને પછાત વર્ગની આ સરકાર હંમેશા ઉપેક્ષા કરતી રહી છે. અમારો હંમેશા પ્રયત્ન રહેશે કે આ સરકારને અમે ઘૂંટણીએ પાડીશું.

    બીજેપી સરકાર ગરીબ, દલિત અને પચાત જાતીના વર્ગો સાતે હંમેશા ભેદભાવ વ્યક્ત કરી રહી છે, દલિતો માટે બનાવવામાં આવેલ 1989ના એક્ટને બેઅસર કરી દલિત સમાજ પર થતાં અત્યાચારને રોકવા અને અને તેમની સુરક્ષા માટેના કાયદાને નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકારની કોશિસના કારણે દલિતો આંદોલન કરવા મજબૂર બન્યા.

    માયાવતીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટ પરના ચુકાદામાં સરકારની ઢીલી નીતિ સામે આવી છે. સરકારે સારા વકિલને ન રોક્યા અને સુપ્રિમ સામે કોઈ પણ પ્રકારની દલિલ બાજી ન કરી દલિત અને પછાત વર્ગના લોકોની સુરક્ષા માટેના કાયદાના બચાવમાં આ સરકારે કોઈ પણ પ્રકારનું પગલું પણ ના ભર્યું. માયાવતીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સુપ્રિમના ચૂકાદા બાદ પણ આ સરકારે કોઈ પણ પ્રકારનો એસસી-એસટી એક્ટને બચાવવાનો પ્રયાસ ન કર્યો. આખરે એસસી-એસટી એક્ટના બચાવમાં દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. સરકારે જો સમયસર રિવ્યુ પિટિશન કરી હોત તો દલિતોએ વિરોદ પ્રદર્શન કરવું જ ન પડ્યું હોત.

    અમે દલિતોને બંધારણમાં મળેલા કાયદાના અધિકારનું પુરૂ સમર્થન કરીએ છીએ અને દલિતનો વિરોધ પ્રદર્શનનું પણ અમે સમર્થન કરીએ છીએ. અમે હંમેશા દલિત અને પછાત વર્ગને થતાં અન્ય સામે અવાજ ઉઠાવતા રહીશું, અને તેમને તેમનો હક મળી રહે તે માટે પ્રયત્નો કરતા રહીશું.
    Published by:kiran mehta
    First published: