liveLIVE NOW

Bharat Bandh Updates: રાકેશ ટિકૈતે કહ્યુ- ભારત બંધ સફળ રહ્યું, ખેડૂતોનો પૂરો સાથ મળ્યો

Bharat Bandh Live Updates: સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) નવા કૃષિ કાયદાઓને (New Farm Laws) એક વર્ષ પૂરા થવા પર આ બંધનું એલાન કર્યું છે

  • News18 Gujarati
  • | September 27, 2021, 15:26 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO
    15:32 (IST)
    ગાઝીપુર બોર્ડર પ્રદર્શન કરી રહેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારું ભારત બંધ સફળ રહ્યું. અમને ખેડૂતોનું પૂરું સમર્થન મળ્યું. અમે બધું સીલ ન કરી શકીએ કારણ કે અમે લોકોની અવર-જવરને સુવિધાજનક બનાવી છે. અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ, પરંતુ કોઈ વાતચીત નથી થઈ રહી. તેમણે (યોગી આદિત્યનાથ) ઘોષણાપત્રમાં શેરડીના ટેકાનો ભાવ વધારીને 375-450 કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાંય તેમણે માત્ર 25 રૂપિયા જ વધાર્યા. તેમણે થયેલા નુકસાનનો હિસાબ આપવો જોઈએ.

    14:36 (IST)
    ભારત બંધને લઈને ખેડૂતોએ આજે યમુના-એક્સપ્રેસના જેવર ટોલને બંધ કરી દીધો જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી. જોકે, થોડીવાર બાદ રસ્તાની બંને બાજુની સિંગલ-સિંગલ લેન ખોલી દેવામાં આવી. જેના કારણે વાહનો ધીમે-ધીમે પસાર થઈ શક્યા પરંતુ આ દરમિયાન સિંગલ લેન ખુલી હોવાના કારણે લાંબો ટ્રાફિકજામ થઈ ગયો અને લોકોને ખૂબ પરેશાની વેઠવી પડી.

    13:22 (IST)
    ખેડૂતોના દેશવ્યાપી બંધ દરમિયાન રાજસ્થાન હરિયાણા બોર્ડર પર શાહજહાંપુરમાં ખેડૂતોએ જામ લગાવી દીધો છે. દિલ્હી જયપુર હાઇવે ઉપર પણ લાંબો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. હરિયાણા અને રાજસ્થાન બોર્ડર પર વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે. 


    13:18 (IST)
    મુંબઈમાં પણ કોંગ્રેસ, એનસીપી અને કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રદર્શન શરુ થઈ ગયું છે. એનસીપીના મુંબઈ અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકે પણ આ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા છે. 

    12:39 (IST)

    મોદીનગરમાં કિસાન સંયુક્ત મોર્ચાએ નેશનલ હાઇવે 58 પર જામ કરી દીધો છે. અહીં ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી લઈને પહોંચ્યા છે. આ ઉપરાંત મેરઠમાં પણ ખેડૂતો ટ્રેક્ટરો સાથે પહોંચ્યા છે.

    11:49 (IST)

    ત્રણ નવા કાયદાઓના વિરોધમાં તમિલનાડુમાં ખેડૂતોએ હંગામો કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, પ્રદર્શનકર્તાઓએ પોલીસ સાથેના ઘર્ષણમાં બેરિકેડ તોડી દીધા છે.

    11:4 (IST)
    ભારત બંધની અસર ટ્રેન વ્યવહાર પર થઈ છે. અમૃતસર-ફિરોજપુર ડિવીઝનમાં 25 ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હીમાં સ્ટેશનની આસપાસ લગભગ 20 સ્થળોને બ્લોક કરવામાં આવ્યા છે. 

    10:46 (IST)
    ભારત બંધના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે. આજે સોમવાર હોવાના કારણે ઓફિસ જનારા લોકો રસ્તામાં ફસાઈ ગયા છે.

    10:6 (IST)
    પંજાબ અને હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. કર્ણાટકમાં પણ અનેક શહેરોમાં સન્નાટો પ્રસરેલો છે. 

    9:30 (IST)
    ભારત બંધના સમર્થનમાં રાહુલ ગાંધી ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે.

    નવી દિલ્હી. આજે ભારત બંધ (Bharat Bandh) છે. સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) નવા કૃષિ કાયદાઓને (New Farm Laws) એક વર્ષ પૂરા થવા પર આ બંધનું એલાન કર્યું છે. કિસાન સંગઠન ઈચ્છે છે કે સરકાર (Modi Government) ત્રણ નવા કૃષિ કાયદાઓને તાત્કાલિક પરત લે. ગયા વર્ષે દેશના અનેક રાજ્યોમાં આ નવા કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Farmers Protest) શરુ થયું હતું. આજે કિસાન આંદોલનને 300 દિવસ પણ પૂરા થઈ રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચામાં કુલ 40 ખેડૂત સંગઠન સામેલ છે. આ ઉપરાંત અનેક રાજકીય પાર્ટીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.

    10 કલાકનું આ બંધ આજે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. અનેક રાજ્યોમાં પોલીસે ખેડૂત સંગઠનોના આ બંધને ધ્યાને લઈ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

    અહીં વાંચો, ભારત બંધના લાઇવ અપડેટ્સ