Home /News /national-international /Bharat Bandh Live Updates: હરિયાણામાં 3000 બસનાં પૈડા રોકાયા, જનજીવન થઇ રહ્યું છે પ્રભાવિત

Bharat Bandh Live Updates: હરિયાણામાં 3000 બસનાં પૈડા રોકાયા, જનજીવન થઇ રહ્યું છે પ્રભાવિત

ભારત બંધ

Bharat Bandh news : રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ. કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના (central trade unions)એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની (Bharat Bandh)જાહેરાત કરી છે.

નવી દિલ્હી : કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના (central trade unions)એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની (Bharat Bandh)જાહેરાત કરી છે. ભારત બંધનું આહવાન મોદી સરકારની તે નીતિયો સામે કરવામાં આવી રહ્યું છે જેમાં કર્મચારી, ખેડૂત અને સામાન્ય જનતા પ્રભાવિત થઇ રહી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી એસોસિયેશને (All India Bank Employees Association) ફેસબુક પર લખ્યું કે બેંકિંગ સેન્ટર પણ આ હડતાળમાં સામેલ થશે. ભારત બંધને કારણે બે દિવસ બેંકનું કામકાજ ઠપ રહી શકે છે. કારણ કે આ બંધનું સમરથન ટ્રેડ યૂનિયનોની સરકારથી શ્રમ સંહિતા પૂર્ણ કરવા પર છે. કોઇપણ પ્રકારનાં પ્રાઇવેટાઇઝેશનને તત્કાલ પ્રભાવથી રોકવા માટે રાષ્ટ્રીય મોદ્રીકરણ પાઇપલાન એટલે કે (એનએમપી)ને પૂર્ણ કરવાનું છે મનરેગા હેઠળ, મજૂરીનાં દિવસો વધારવાં અને ઠેકા શ્રમિકોને નિયમિત કરવાંની માંગણી કરી છે.

હરિયાણામાં 3000 બસનાં પૈડા અટક્યાં- હરિયાણામાં હડતાલને કારણે, 3000 બસનાં પૈડા અટકી ગયા છે. હરિયાણામાં ઘણી માંગણીઓ માટે રોડવેજ કર્મચારીઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે. જુની પેંશન યોજના, કચ્ચા કર્મચારીઓને પાક્કા કરવાની અને ખાનગીકરણને અટકાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. હરિયાણામાં કર્મચારીઓએ બંધનું સંપૂર્ણ સમર્થન કર્યું છે. જોકે, પોલીસનો દાવો છે કે, બસોને ચાલુ કરાવવામાં આવી રહી છે.

બંગાળમાં લેફ્ટ ટ્રેડ યૂનિયન કરી રહ્યું છે હડતાલ- સરકારી નીતિઓનાં વિરોધમાં વિભિન્ન ટ્રેડ યૂનિયનો દ્વારા 28 અને 29 માર્ચનાં 48 કલાકનાં રાષ્ટ્રવ્યાપી હડતાલ/ બંધને આહ્વાન આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળનાં જાધવપુર અને કોલકાત્તાથી ભારત બંધનાં કેટલાંક દ્રશ્યો



ઘણા રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા કર્યા પછી યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિયો સામે બે દિવસના હડતાળની જાહેરાત કરી છે. જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે. સાત પોઇન્ટમાં જાણો ભારત બંધની તમારા જીવન પર શું અસર પડી શકે છે.

ઘણા રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા કર્યા પછી યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિયો સામે બે દિવસના હડતાળની જાહેરાત કરી છે. જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે.
First published:

Tags: Bharat Bandh, Bharat Bandh News, Mamta Government, મમતા બેનરજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો