Home /News /national-international /Bharat Bandh: સરકાર પરત નહીં લે કૃષિ કાયદો, આજે થનારી છઠ્ઠા તબક્કાની બેઠક સ્થગિત

Bharat Bandh: સરકાર પરત નહીં લે કૃષિ કાયદો, આજે થનારી છઠ્ઠા તબક્કાની બેઠક સ્થગિત

હનન મુલાની તસવીર

ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે અમિત શાહે લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી છે. સરકાર કાલે પ્રસ્તાવ આપશે.

નવી દિલ્હીઃ આજે ખેડૂતો દ્વારા આપેલા બંધના એલાનના (bharat bandh) દિવસે 13 ખેડૂત નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ (home minister Amit shah) સાથે બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહેર લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી હતી. સરકાર કૃષિ કાયદાને (krushi bill) પાછો નહીં લે તેવું અખિલ ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ જણાવ્યું હતું. અને બુધવારે થનારી છઠ્ઠા તબક્કાની ખેડૂત અને અમિત શાહ સાથેની બેઠક પણ સ્થગિત રહ્યાની જાણકારી આપી હતી.

અખિલ ભારતીય ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ કહ્યું કે સરકાર કૃષિ કાયદો પરત લેવા માટે તૈયાર નથી. ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે અમિત શાહે લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી છે. સરકાર કાલે પ્રસ્તાવ આપશે. અમે પ્રસ્તાવ ઉપર વિચાર કરીશું. ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે કાલે બુધવારે કોઈ બેઠક નહીં થાય.

એઆઈકેએસ નેતા અને માકપા પોલિત બ્યૂરોના સદસ્ય હનન મુલાએ કહ્યું કે અમિત શાહે તેમને કહ્યું કે સરકાર જે સંશોધન કરવા માંગે છે તે તેમને લેખિતમાં આપશે. અને અમે ત્રણે કાયદાઓને રદ કરવા માંગીએ છીએ. વચ્ચેનો કોઈ રસ્તો નથી. શાહ સાથેની બેઠકમાં હાજર 13 યુનિયનોએ કાયદાને રદ કરવાની માંગણી કરી અન્યની સાથે ચર્ચા કરીને અમે ફરીથી ચર્ચા સંબંધમાં નિર્ણય લઈશું.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

કૃષિ સુધાર કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે છઠ્ઠા તબકાની ચર્ચાના એક દિવસ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગતિરોધ સમાપ્ત કરવા માટે પ્રયત્નો અંતર્ગત ખેડૂતો નેતાઓના એક ગૃપ સાથે મુલાકાત કરીહતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 13 ખેડૂત નેતાઓને અમિત શાહ સાથે બેઠક કરવા માટે બોલાવાયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

બેઠક રાત્રે આઠ વાગે શરુ થઈ હતી. ખેડૂત નેતાઓમાં આઠ પંજાબના જ્યારે પાંચ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં હાજર નેતાઓમાં અખિલ ભારતીય ખેડૂત સભાના હન્નાન મોલ્લાહ અને ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત પણ છે.

આ પણ વાંચોઃ-સુરતઃ PSI અમિતા જોશી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, 'તને દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે કાં તો ગોળી ખાઈને મરી જા'

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કહ્યું કે ભારત બંધ થકી ખેડૂતો દ્વારા દેખાડવામાં આવેલી એક્તાએ દર્શાવ્યું છે કે કૃષિ કાયદો રદ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ત્રણ કાયદાઓ ખેડૂત વિરોધી છે. હિતધારકો સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર જ આ કાયદાઓ લાવવામાં આવ્યા છે. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા ખેડૂતોના આહ્વાન ઉપર પંજાબ, હરિયાણા અને રાજ્યોમાં મંગળવારે ભારત બંધનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.
" isDesktop="true" id="1053191" >આ ઉપરાંત માલ વહન કરતા ટ્રાન્સ્પોટરોના પ્રમુખ સંગઠન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે મંગળવારે કહ્યું કે ખેડૂતોના ભારત બંધનું તેમનું સમર્થન સફળ રહ્યું છે. સંગઠને કહ્યું કે, કામકાજ ઠપ રહેવાના કારણે માલ વહન ઉદ્યોગને 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું ચે. એઆઈએમટીસી 95 લાખ ટ્રકના પૈડાં થંભી ગયા હતા.
First published:

Tags: Bharat Bandh, Bharat bandh 2020

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો