કૃષિ સુધાર કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે છઠ્ઠા તબકાની ચર્ચાના એક દિવસ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગતિરોધ સમાપ્ત કરવા માટે પ્રયત્નો અંતર્ગત ખેડૂતો નેતાઓના એક ગૃપ સાથે મુલાકાત કરીહતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 13 ખેડૂત નેતાઓને અમિત શાહ સાથે બેઠક કરવા માટે બોલાવાયા હતા. બેઠક રાત્રે આઠ વાગે શરુ થઈ હતી. ખેડૂત નેતાઓમાં આઠ પંજાબના જ્યારે પાંચ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં હાજર નેતાઓમાં અખિલ ભારતીય ખેડૂત સભાના હન્નાન મોલ્લાહ અને ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત પણ છે. કેટલાક ખેડૂત નેતાઓના જણાવ્યા પ્રમાણે બેઠક અમિત શાહના આવાસ પર થવાની આશા હતી પરંતુ આ રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર, પૂસામાં થઈ રહી છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કહ્યું કે ભારત બંધ થકી ખેડૂતો દ્વારા દેખાડવામાં આવેલી એક્તાએ દર્શાવ્યું છે કે કૃષિ કાયદો રદ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ત્રણ કાયદાઓ ખેડૂત વિરોધી છે. હિતધારકો સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર જ આ કાયદાઓ લાવવામાં આવ્યા છે. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા ખેડૂતોના આહ્વાન ઉપર પંજાબ, હરિયાણા અને રાજ્યોમાં મંગળવારે ભારત બંધનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.