ભારત બંધઃ દેશમાં અનેક જગ્યાએ હિંસક પ્રદર્શન, બસોનો આગ લગાડી દેવામાં આવી

News18 Gujarati
Updated: April 2, 2018, 1:31 PM IST
ભારત બંધઃ દેશમાં અનેક જગ્યાએ હિંસક પ્રદર્શન, બસોનો આગ લગાડી દેવામાં આવી

  • Share this:
સપ્રીમ કોર્ટ તરફથી SC-ST એક્ટમાં સુધારો કરવાના વિરુદ્ધમાં આજે અનેક સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. અનેક રાજકીય પાર્ટીઓ અને સંગઠનો સોમનારે સુપ્રીમના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. સંગઠનોની માંગણી છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ એક્ટ 1989માં સુધારાને પરત લેવામાં આવે, તેમજ તેને પહેલાની જેમ જ લાગુ કરવામાં આવે.

ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શન

પશ્ચિમ ઉત્તર પ્રદેશના આગ્રા, સહારનપુર, મેરઠ, બાગપતમાં એસસી/એસટી એક્ટમાં પરિવર્તન કરવાના વિરોધમાં હિંસક પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. આગ્રામાં બાઇકો સળગાવવામાં આવી હોવાની તેમજ સહારનપુરમાં અમુક બસોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

પંજાબમાં સૌથી વધારે અસર

2011ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં કોઈ પણ રાજ્યની સરખામણીમાં પંજાબમાં સૌથી વધારે દલિત રહે છે. દોઆબા રિઝન એટલે કે જાલંધર, હોશિયારપુર, કપૂરથલા અને નવાંશહરમાં મોટી સંખ્યામાં દલિત રહે છે. ભારત બંધની અસર દોઆબા ક્ષેત્રમાં સૌથી વધારે જોવામાં આવી છે. અહીં 2.77 કરોડની વસતીમાંથી આશરે 90 લાખ લોકો દલિત છે. એકલા દોઆબા વિસ્તારમાં 37 ટકા દલિત વસતી છે.

બિહારમાં ટ્રેન રોકવામાં આવી
ટ્રેનો રોકવામાં આવી

દલિતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના પગલે આજે ઓડિશાના સંભલપુરમાં દેખાવકારોએ ટ્રેન રોકી દીધી હતી. ઓડિશા ઉપરાંત બિહારના આરામાં પણ દેખાવકારાઓ ટ્રેન રોકી હતી. દેખાવકારોએ ટ્રેન રોકીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી.

પંજાબમાં સીબીએસઈની પરીક્ષા રદ

બંધને ધ્યાનમાં રાખીને સીબીએસઈ દ્વારા પંજાબમાં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને રદ કરી નાખી છે. સીબીએસઈએ આ અંગે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'પંજાબ સરકારના ડીજી સ્કૂલ શિક્ષાએ અમને પત્ર લખ્યો હતો કે બીજી એપ્રિલના રોજ ભારત બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમસ્યા અને સ્કૂલના બાળકોની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમારી સીબીએસઈને વિનંતી છે કે બીજી એપ્રિલના રોજ નિર્ધારિત સીબીએસઈ પરીક્ષાને રદ કરવામાં આવે.'

રાજસ્થાનઃ બસો સળગાવી દેવામાં આવી


સુપ્રીમે એક્ટમાં શું સુધારો કર્યો?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે ગોયલ અને જસ્ટિસ યુયુ લલિતે આદેશમાં કહ્યું હતું કે, જો સરકારી કર્મચારી વિરુદ્ધ SC-ST એક્ટ અંતર્ગત હેરાનગતીનો કેસ દાખલ થાય છે તો તેઓ આગોતરા જામિન માટે અરજી કરી શકશે. જો કોર્ટને પ્રથમ નજરમાં એવું લાગે છે કે આ કેસ કોઈ આધાર વગરનો છે અથવા ખોટા ઉદેશ્ય સાથે નોંધાવવામાં આવ્યો છે તો તે આગોતરા જામિન આપી શકે છે.

સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટના દુરુપયોગને રોકવા માટે જોગવાઈ કરવામાં આવી છે કે કર્મચારીની ધરપકડ કરવા માટે જે તે વિભાગના મોટા અધિકારીની મંજૂરી લેવી જરૂરી બનશે. અન્ય લોકોની ધરપકડ કરવા માટે જિલ્લાના એસએસપીની મંજૂરી જરૂરી રહેશે. આ એક્ટ અંતર્ગત ફરિયાદ મળ્યા બાદ ડીએસપી સ્તરના અધિકારી પ્રાથમિક તપાસ કરશે. તે એ વાતની તપાસ કરશે કે કેસમાં કોઈ તથ્ય છે કે પછી ફક્ત કોઈને ફસાવવા માટે જ ફરિયાદ કરવામાં આવી છે, તપાસ બાદ જ કેસ દાખલ કરવામાં આવશે.
First published: April 2, 2018, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading