Home /News /national-international /

મસ્જિદના 100 મીટરની અંદર ભજન અને હનુમાન ચાલીસા નહીં વગાડવામાં આવે, નાશિક કમિશનરે આપ્યો આદેશ

મસ્જિદના 100 મીટરની અંદર ભજન અને હનુમાન ચાલીસા નહીં વગાડવામાં આવે, નાશિક કમિશનરે આપ્યો આદેશ

મસ્જિદના 100 મીટરની અંદર ભજન અને હનુમાન ચાલીસા નહીં વગાડવામાં આવે- જાણો કોણે આપ્યો આદેશ?

Azaan Loudspeaker controversy, Maharashtra News: અગાઉ, MNS વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ 3 મે સુધી રાહ જોશે અને જો તે પછી અઝાન પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

    હિજાબ વિવાદ, હલાલ અને જર્ક મીટના વિવાદ બાદ હવે દેશમાં લાઉડસ્પીકરનો વિવાદ (Loudspeaker controversy) વધી રહ્યો છે. કેટલાક લોકો લાઉડસ્પીકરમાં અઝાન વિવાદનો (Azaan Controversy) વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ઈસ્લામનો ભાગ ગણાવીને સમર્થન કરી રહ્યા છે. આ તમામ વિવાદો વચ્ચે હવે નાશિકના કમિશનરે મોટો આદેશ આપ્યો છે. નવા આદેશ બાદ હવે નાશિકમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા (Loudspeaker Hanuman chalisa) કે ભજન વગાડવા માટે વિશેષ પરવાનગી લેવી પડશે.

    નાસિક પોલીસ કમિશ્નરે કહ્યું કે લાઉડસ્પીકરમાં ભજન કે હનુમાન ચાલીસા વગાડવા માટે પરવાનગી લેવી પડશે, પરંતુ અજાનના પહેલા કે પછી 15 મિનિટ સુધી તેને મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, નવા આદેશ અનુસાર, કોઈપણ મસ્જિદના 100 મીટરની અંદર લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    આ પણ વાંચો:  Politics of Hindutva: તો શું હિન્દુત્વની રાજનીતિ શ્રી રામ પરથી હટીને હનુમાન પર આવી રહી છે? જાણો કેવી રીતે

    કમિશનર દીપક પાંડેએ જણાવ્યું હતું કે આવા આદેશનો એકમાત્ર હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. તેમણે કહ્યું કે તમામ ધાર્મિક સ્થળોએ 3 મે સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી લેવી પડશે અને જો 3 મે પછી કોઈ પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

    તમને જણાવી દઈએ કે રવિવારે MNS ચીફ રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ 3 મે સુધી રાહ જોશે અને જો તે પછી અઝાન પર પ્રતિબંધ નહીં મુકાય તો તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

    ઠાકરેએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ધાર્મિક કરતાં વધુ સામાજિક મુદ્દો છે. MNS વડાએ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે સમાજની શાંતિ ડહોળાય, પરંતુ "જો લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ રહેશે, તો તેઓએ (મુસ્લિમો) પણ લાઉડસ્પીકર પર અમારી પ્રાર્થના સાંભળવી પડશે."

    MNS વડાએ કહ્યું, "લોકો માને છે કે મસ્જિદની ઉપર લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો છે, પરંતુ તે એક સામાજિક મુદ્દો છે. જો તમારે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવું હોય તો અમે મસ્જિદની બહાર પાંચ વખત 'હનુમાન ચાલીસા' વગાડીશું.

    આ પણ વાંચો:  Jahangirpuri Violence: શું જહાંગીરપુરીની મસ્જિદમાં ભગવો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ થયો હતો? જાણો દિલ્હી પોલીસ કમિશનરનો જવાબ

    તેમણે કહ્યું, "હું તમામ હિન્દુ ભાઈઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. અમે 3 મે સુધી રાહ જોઈશું, જ્યારે રમઝાન સમાપ્ત થશે, પરંતુ જો તેઓ તેને રોકશે નહીં, અને જો તેઓ માનશે કે તેમનો ધર્મ ન્યાયતંત્ર કરતા મોટો છે, તો અમે જે પણ થશે તે કરીશું. મનસે આ માટે તૈયારી કરી રહી છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Maharashtra News, Mumbai News, Raj Thackeray, Uddhav thackeray

    આગામી સમાચાર