Home /News /national-international /

ભૈયુજી મહારાજ કેસ: પત્ની શંકાને આધારે વારે વારે એક જ વાત પૂછતી હતી, શું મૉડલ મળવા આવે છે?

ભૈયુજી મહારાજ કેસ: પત્ની શંકાને આધારે વારે વારે એક જ વાત પૂછતી હતી, શું મૉડલ મળવા આવે છે?

ફાઇલ તસવીર: પત્ની સાથે ભૈયુજી મહારાજ.

ભૈયુજી મહારાજે 12 જૂન, 2018ના રોજ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. મહારાજના ત્રણ સેવાદાર વિનાયક, પલક અને શરદની પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી માટે ધરપકડ કરી છે.

  અરુણ કુમાર ત્રિવેદી, ઇન્દોર: ભૈયુજી મહારાજ આપઘાત કેસ (Bhaiyyu maharaj suicide case)માં શુક્રવારે મહારાજના ડ્રાઇવર અને સેવાદાર કૈલાશ પાટિલ (Kailash Patil)નું નિવેદલ લેવાયું હતું. કૈલાશે જિલ્લા કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, ભૈયુજી મહારાજની ગાડીમાં GPS સિસ્ટમ લાગેલી હતી. જેના માધ્યમથી તેમની ગાડીનું લોકેશન મળતું હતું. તેમની પત્ની આયુષી (Ayushi) મહારાજ સાથે રહેતા સેવાદારને વારે વારે એક જ સવાલ પૂછતી હતી કે તેમની (મહારાજ) સાથે કોણ કોણ છે?

  હવે આ કેસની આગામી સુનાવણી 15મી માર્ચના રોજ થશે. આ દિવસે મહારાજના સેવાદાર શેખરને કોર્ટમાં બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યારસુધી બે ડઝનથી વધારે લોકોનાં નિવેદન લેવામાં આવી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે છ મહિનામાં કેસ પતાવવાનો આદેશ કર્યો બાદ કેસની સુનાવણી ઝડપથી થઈ રહી છે. જોકે, આ સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે.

  પત્ની અને પુત્રી વચ્ચે થતા હતા ઝઘડા

  મહારાજના ડ્રાઇવર રહે ચૂકેલા કૈલાશે કોર્ટમાં જણાવ્યું કે, પત્ની આયુષી અને તેમની દીકરી કુહૂ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કારણે મહારાજ તણાવમાં રહેતા હતા. મહારાજે બનાવના ત્રણ મહિના પહેલા મને કુહૂની ગાડી ચલાવવા માટે પુણે મોકલી દીધો હતો. પાટિલે ઉલટ તપાસમાં પણ જણાવ્યું કે, સાનિયાસિંહ નામની એક અભિનેત્રી અને મૉડલ મહારાજને મળવા માટે ઇન્દોર આવતી હતી. તેના માટે મહારાજને ત્યાંથી ખબર ન પડે તે રીતે ભોજન જતું હતું.

  આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પોલીસ કોન્સ્ટેબલની દારૂની મહેફિલનો વીડિયો આવ્યો સામે

  મહારાજના નજીકના લોકો પર જમીન છેતરપિંડીનો આરોપ

  પાટિલે કોર્ટને જણાવ્યું કે, મહારાષ્ટ્રની એક સંસ્થા પર લોકો સાથે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ હતો. તેની કર્તાહર્તા વર્ષાએ મુલતાઈમાં સેંકડો એકર જમીન ખરીદી હતી. મહારાજના નજીકના લોકોએ આ સોદો કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજે 12 જૂન, 2018ના રોજ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. મહારાજના ત્રણ સેવાદાર વિનાયક, પલક અને શરદની પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી માટે ધરપકડ કરી છે.

  કોણ હતા ભૈયુજી મહારાજ?

  ભૈયુજી મહારાજ ઉર્ફે ઉદયસિંહ દેશમુખ આધ્યાત્મિક ગુરુ હતા. તેઓ ઇન્દોરમાં શ્રી સદગુરુ દત્ત ધાર્મિક અને પરમાર્થિક ટ્રસ્ટ ચલાવતા હતા. ઉદયસિંહ ભૈયુજી મહારાજ બન્યા તે પાછળ પણ અજીબ કહાની છે. એક સમયે તેઓ મીમક્રી એક્ટિંગ અને બ્રાન્ડેડ શર્ટોનું મોડલિંગ કરતા હતા.

  જન્મ : 29 એપ્રિલ, 1968
  મૂળ નામ : ડૉ. ઉદયસિંહ દેશમુખ
  જન્મ સ્થળ : સૃજલપુર, ઇન્દોર
  પ્રચલિત નામ : ભૈયુજી મહારાજ અને ગુરુદેવ (સ્વયંઘોષિત આધ્યાત્મિક, રાજકીય ગુરુ તથા અનુયાયીઓમાં ઓળખાતા હતા "રાષ્ટ્ર સંત" તરીકે )
  સ્થાપક : શ્રી સદગુરુ દત્ત ધાર્મિક અને પારમાર્થિક ટ્રસ્ટ, ઇન્દોર

  આ પણ વાંચો: ભરૂચ: નર્સના હોમગાર્ડ પતિએ નામાંકિત ડૉક્ટરને ધમકી આપીને રૂપિયા પડાવી લીધા

  હોઈપ્રોફાઇલ લોકો સાથે સંબંધ હતા

  ભૈયુજી મહારાજને જે તે સમયે મધ્ય પ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જો આપ્યો હતો. જોકે, તેમણે આ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો. અણ્ણા હજારેનું આંદોલન સમાપ્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તેમને દૂત બનાવીને મોકલ્યા હતા, બાદમાં અણ્ણા હજારેએ તેમના કહેવાથી ઉપવાસ છોડી દીધા હતા. આ ઘટના બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.

  મોદીના ઉપવાસ છોડાવ્યા હતા

  વડાપ્રધાન બનતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સદભાવના ઉપવાસ પર બેઠા હતા. આ સમયે ભૈયુજી મહારાજે તેમને ઉપવાસ ખોલાવ્યા હતા. ભૈયુજી મહારાજના આશ્રમની મુલાકાત અનેક નેતાઓ લઈ ચુક્યા છે. જેમાં વડાપ્રધાન મોદી, વિલાસરાવ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ અને રાજ ઠાકરે, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો સમાવેશ થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bhaiyyu Maharaj, Bhaiyyu maharaj suicide case:, Husband, Religion, Wife, આત્મહત્યા, મોડેલ

  આગામી સમાચાર