Home /News /national-international /

Assembly Elections 2022 : ભગવંત માન બન્યા પંજાબના નવા સીએમ, શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ રહ્યા હાજર

Assembly Elections 2022 : ભગવંત માન બન્યા પંજાબના નવા સીએમ, શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ રહ્યા હાજર

પંજાબના નવા સીએમ Bhagwant Mann

Punjab New CM : પંજાબના નવા સીએમ તરીકે ભગવંત માને શપથ લઇ લીધી છે. આ સમારંભમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા. આ સમારોહ શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકરકલાંમાં યોજવામાં આવ્યો.

    Punjab New CM : પંજાબના નવા સીએમ તરીકે ભગવંત માને (CM Bhagwant Mann) શપથ લઇ લીધા છે. આ સમારંભમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા. આ સમારોહ શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકરકલાંમાં યોજવામાં આવ્યો.

    શપથ બાદ ઈન્કલાબ ઝિંદાબાદના નારા


    શહીદ ભગત સિંહના ગામમાં ભગવંત માને (Bhagwant Mann) મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું કે ખટકરકલાં (Khatkar Kalan) ગામ મારા માટે નવું નથી. હું અહીં આવતો રહ્યો છું. અમારે પંજાબમાં વિકાસના ઘણા કામો કરવાના છે. તેણે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો પણ આભાર માન્યો. એમ પણ કહ્યું કે આપણે વિરોધીઓની નિંદા કરવાની નથી, આપણે માત્ર વિકાસ કરવાનો છે.

    શપથ બાદ કર્યુ ટ્વીટ


    શપથ લીધા બાદ ભગવંત માને ટ્વિટ કર્યું કે પંજાબની સમૃદ્ધિ અને શહીદોના સપનાને સાકાર કરવા માટે લીધેલા પરિવર્તનના આ શપથ પંજાબને સમૃદ્ધ બનાવશે. શિક્ષણ, વેપાર અને ખેતીમાં ટોચ પર પહોંચશે. રોજગારના નવા માર્ગો ખૂલવાથી યુવાનોમાં નવી આશા જાગશે. AAP સરકાર સોનેરી અને રંગીન પંજાબ બનાવશે.

    પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. ભાજપે 5 માંથી 4 રાજ્યોમાં જીત મેળવી છે. તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં મોટી જીત મેળવીને બધાને ચોંકાવી દીધા અને આજે શપથ લીધા બાદ AAP નેતા ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બની ગયા છે.

    આ પણ વાંચો - કૉંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો

    યોગી આદિત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે


    ઉત્તર પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. યોગી આદિત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે. મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓ એકત્ર થયા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વરિષ્ઠ નેતા બીએલ સંતોષ હાજર હતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં 403માંથી 255 બેઠકો અને 41.29 ટકા વોટ શેર મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 37 વર્ષ બાદ બીજી ટર્મ માટે મુખ્યમંત્રીની વાપસી થઈ છે.

    આ પણ વાંચો - અમેરિકાના પ્રતિબંધોની અવગણના! North Koreaએ લોન્ચ કરી નવી મિસાઈલ
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Assembly elections 2022, Bhagwant mann, Punjab New CM, અરવિંદ કેજરીવાલ, આપ, પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन