Home /News /national-international /કેનેડામાં ભગવદ્ ગીતા પાર્કના સાઇન બોર્ડમાં તોડફોડ, મેયરનો તપાસ કરી પગલાં લેવા આદેશ

કેનેડામાં ભગવદ્ ગીતા પાર્કના સાઇન બોર્ડમાં તોડફોડ, મેયરનો તપાસ કરી પગલાં લેવા આદેશ

શ્રીમદ ભગવદ ગીતાના બોર્ડ સાથે તોડફોડ કરવામાં આવી.

કેનેડામાં હિંદુ વિરોધી વધુ એક ઘટના સામે આવી છે. કેટલાંક અસામાજિક તત્વોએ શ્રી ભગવદ્ ગીતા પાર્ક લખેલા સાઇન બોર્ડ પર તોડફોડ કરી હતી. આ મામલે મેયરે તપાસ કરી પગલાં લેવાના આદેશ આપ્યા છે.

    ટોરન્ટોઃ મેયર પેટ્રિક બ્રાઉને આ મામલે જણાવ્યુ હતુ કે, કેનેડામાં એક પાર્ક સાઇનમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી અને આ અંગે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. ટ્વિટર પર આ વાતની પુષ્ટી કરતા તેમણે કહ્યુ હતુ કે, તાજેતરમાં અનાવરણ કરવામાં આવેલા શ્રી ભગવદ્ ગીતા પાર્કના ચિહ્નની તોડફોડ કરવામાં આવી છે.

    ભારત સરકાર એડવાઇઝરી બહાર પાડી


    કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી ગ્રાફિટી સાથે તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારત સરકારે કેનેડામાં રહેતા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી બહાર પાડી હતી.

    આ પણ વાંચોઃ કેનેડા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખ્યા ભારત વિરોધી નારાઆ પણ વાંચો

    તોડફોડ સહન ન કરી શકાયઃ મેયર


    મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટનાની આકરી ટીકા કરતા કહ્યુ હતુ કે, આ માટે અમારી પાસે ઝીરો ટોલરન્સ છે. હવે આ મામલે વધુ તપાસ કરવા માટે પીલ પ્રાદેશિક પોલીસને કહેવામાં આવ્યું છે અને આ તોડફોડ સહન કરી શકાય તેમ નથી.

    ગયા અઠવાડિયે નામ આપવામાં આવ્યું છે


    ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ બ્રેમ્પટન શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વોર્ડ 6માં આવેલા એક પાર્કનું નામ શ્રી ભગવદ્ ગીતા પાર્ક રાખ્યું છે. હિંદુ સમુદાય અને શહેરમમાં તેમના યોગદાનને ધ્યાને રાખી પારક્નું નામ બ્રેમ્પટનના ટોયર્સ પાર્કથી બદલીને શ્રી ભગવદ્ ગીતા પાર્ક કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોઃ હેટ ક્રાઇમ વધતા સરકારે એડવાઇઝરી જાહેર કરી

    ગયા મહિને પણ હિંદુ મંદિરમાં તોડફોડ


    મહત્ત્વનું છે કે, ગયા મહિના કેનાડાના ટોરન્ટોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો ચિતરવામાં આવ્યા હતા. તેને લઈને ચિંતા પ્રસરી ગઈ હતી. ભારતીય હાઇ કમિશને કડક શબ્દોમાં આ ઘટનાની આકરી ટીકા કરી હતી અને ત્યારબાદ કેનેડિયન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને તાત્કાલિક પગલાં ભરવા માટે જણાવ્યુ હતુ.


    કેનેડાના સાંસદ ચંદ્ર આર્યનો આક્ષેપ


    આ ઘટના પછી કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ આરોપ મૂક્યો હતો કે, કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ આ બદીનક્ષી માટે જવાબદાર છે અને આ એક ઘટના નથી. તેમણે ટ્વીટ કરીને પણ કહ્યુ હતુ કે, ‘કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરન્ટોના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે તેની નિંદા થવી જ જોઈએ.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Canada

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन