બ્રિટિશ સરકારે આજના જ દિવસે ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી હતી ફાંસી

ક્રાંતિકારી ભગત સિંહને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

અંગ્રેજ અધિકારીની હત્યા અને અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના આરોપમાં રાજગુરુ, સુખદેવ અને ભગત સિંહને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી

  • Share this:
લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા અંગ્રેજ પોલીસ અધિકારી જે પી સાંડર્સની હત્યા કરવા બદલ 23 માર્ચ 1931ના રોજ ક્રાંતિકારી ભગતસિંહ (Bhagat Singh), સુખદેવ થાપર (Sukhdev) અને શિવરામ રાજગુરુ (Rajguru)ને ફાંસીની સજા આપવામાં આવી હતી. મોટાભાગના લોકો મહાત્મા ગાંધીની હત્યાના દિવસ 30 જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઓળખે છે. જેની સાથે 23 માર્ચના દિવસે એક સાથે ત્રણ ક્રાંતિકારીઓને લાહોર સેંટ્રલ જેલ (Lahore Central Jail)માં ફાંસી આપવા પર આ દિવસને પણ શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે. ફાંસીના સમયે ત્રણ ક્રાંતિકારીઓ હસતા આગળ વધ્યા અને એકબીજાને ગળે લગાવ્યા હતા.

આ ત્રણ ક્રાંતિકારીઓને દેશમાં દરેક લોકો ઓળખવા લાગ્યા હતા. આ ત્રણ ક્રાંતિકારીને ફાંસીની સજા થશે, તેનાથી લોકોમાં આક્રોશ દેખાવા લાગ્યો હતો. તેથી અંગ્રેજ સરકારને ડર હતો કે કોઈ મોટી ઘટના ન બની જાય તેથી તેમને રાતોરાત ફાંસી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ વાત લોકોને જાણવા મળી હતી.

ફાંસી દરમ્યાન ત્રણ ક્રાંતિકારીઓની ઉંમર નાની હતી. ક્રાંતિકારી ભગતસિંહની વય 24, રાજગુરુની વય 23 અને સુખદેવ લગભગ 24 વર્ષના હતા. આટલી નાની ઉંમરમાં તેમણે બ્રિટિશ સરકારનો પાયો હલાવી નાખ્યો હતો. ત્રણ ક્રાંતિકારીઓએ 1928માં યોજના બનાવીને બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોંડર્સની ગોળી મારીને હત્યા કરી હતી. આ અધિકારીની હત્યા બાદ તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ જતાવતા સેંટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો.

ધ ટ્રિબ્યૂનનું પહેલું પાનું, જેમાં ત્રણ ક્રાંતિકારીઓની સજાનો ઉલ્લેખ હતો.


ત્યારબાદ તેઓ ત્યાં જ ઊભા રહ્યા અને પત્રિકાઓ ફેંકતા રહ્યા. તેમનો ઈરાદો લોકોમાં જનભાવના પેદા કરવાનો હતો. લોકો કાબૂમાં રહે તે માટે બ્રિટિશ સરકારે લાહોરમાં ધારા 144 લાગુ કરી, જેથી લોકો ભેગા થઈને યોજના પૂર્ણ ન કરી શકે.

કહેવાય છે કે ફાંસી માફ કરવા માટે મોટા મોટા નેતાઓએ અપીલ કરી હતી. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ પં. મદન મોહન માલવીયએ વાયસરોઈને સજા માફ કરવા માટે અપીલ કરી હતી, પરંતુ તે અપીલ રદ્દ કરવામાં આવી હતી. બ્રિટિશ સરકારને ડર હતો કે આવા જોશભર્યા ક્રાંતિકારીઓનું જીવિત રહેવું જોખમભર્યું છે. ભલે તે જેલમાં જ કેમ ન હોય, પરંતુ તે મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી તેમને ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

રાજનેતા અને લેખક એમ એસ ગિલની બુક Trials that Changed History મુજબ સ્પેશિયલ ટ્રિબ્યુનલ કોર્ટે 7 ઓક્ટોબર 1930ના દિવસે IPC ધારા 121 અને 302 તથા એક્સપ્લોસિવ સબસ્ટેંસ એક્ટ 1908ની ધારા 4(બી) અને 6(એફ) હેઠળ ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાનું એલાન કર્યું હતું. ત્યારબાદ હજારોની સંખ્યામાં લોકોએ ફાંસી રોકવા માટે સિગ્નેચર અભિયાન ચલાવીને વાઈસરોયને મોકલીને ફાંસીની સજા રોકવા માટે અપીલ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારને તેનાથી કોઈ ફરક પડ્યો નહોતો.

ફાંસીની સજા થઈ ત્યારે ભગત સિંહની ઉંમર 24, રાજગુરુ 23 અને સુખદેવની લગભગ 24 વર્ષની હતી.


ફાંસી પહેલા ભગતસિંહે એક પત્ર લખ્યો હતો, જેમાં આઝાદીનું મૂલ્ય સમજાવતા દેશના યુવાઓને આંદોલનનો ભાગ બનવા માટે કહ્યું હતું. ઉર્દૂમાં લખવામાં આવેલ આ પત્રમાં લખવામાં આવ્યું છે કે “જીવવાની ઈચ્છા મને પણ હોવી જોઈએ, હું તેને છુપાવા ઈચ્છતો નતી. આજે એક શરત પર જીવિત છું. હવે હું કેદ થઈને જીવવા ઈચ્છતો નથી. મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતિક બની ચૂક્યું છે. ક્રાંતિકારી દળોના આદર્શ અને કુરબાનીઓએ મને ખૂબ જ ઉંચું પદ આપ્યું છે, એટલુ ઉંચું કે જીવિત રહેવાની સ્થિતિમાં તે કદાચ ક્યારેય ન થઈ શકે. આજે મારી નબળાઈઓ જનતા સામે આવી નથી. પરંતુ જો ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિનુ પ્રતિક ફિક્કુ થઈ જશે. એવું પણ થઈ શકે છે કે તે દૂર પણ થઈ જાય. મારા હસતા હસતા ફાંસી પર ચઢવા પર દેશની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ થવાની આશા કરશે. જેથી આઝાદી માટે કુરબાની આપનારની યાદી એટલી વધશે કે ક્રાંતિને રોકવી અશક્ય થઈ જશે.”
First published: