Home /News /national-international /ઓરેન્જનો સ્પેલિંગ 'ORIG' અને પવનનો 'PON'... આચાર્યનું અંગ્રેજી જોઈને દંગ રહી ગયા અધિકારી

ઓરેન્જનો સ્પેલિંગ 'ORIG' અને પવનનો 'PON'... આચાર્યનું અંગ્રેજી જોઈને દંગ રહી ગયા અધિકારી

આચાર્યનું અંગ્રેજી જોઈને દંગ રહી ગયા અધિકારી

બિહારના ભાગલપુરના એક શિક્ષક હિન્દી, અંગ્રેજી અને ગણિતના જ્ઞાનને કારણે ચર્ચામાં છે. શાળામાં તપાસ કરવા આવેલા અધિકારીએ જ્યારે તેની ઓફિસ પર નજર કરી તો તે સ્તબ્ધ થઈ ગયા હતા. ઓફિસમાં 'કાર્યલાલ' લખેલું હતું. આ પછી ગુરુજીના જ્ઞાનની કસોટી શરૂ થઈ, જેમાં તેણે દરેક જવાબ પર બધાને ચોંકાવી દીધા હતા...

વધુ જુઓ ...
    બિહાર: ગામડાઓમાં ચાલતી શાળાઓમાં અવારનવાર બેદરકારી અને શિક્ષણની ખરાબ ગુણવત્તાના કિસ્સા બહાર આવતા હોય છે. ત્યારે આવો જ એક મામલો બિહારના એક અંતરિયાળ ગામમાંથી સામે આવ્યો છે. બિહારમાં સરકારી શાળાઓની શિક્ષણ પ્રણાલીની હાલત કેટલી કથળેલી છે, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મામલો ભાગલપુર જિલ્લાના નવગછિયાના કોસી પાર પંચાયત ખૈરપુર કદવાની એક પ્રાથમિક શાળાનો છે.

    નોંધનીય છે કે 16 નવેમ્બરના રોજ નવગછિયાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) ગોપાલ કૃષ્ણને પંચાયત ખૈરપુર કદવાનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે પંચાયતની તમામ યોજનાઓની ચકાસણી કરી હતી. આ દરમિયાન તેઓ પંચાયતની શાળાઓમાં પણ ગયા હતા.

    કાર્યાલય પર લખેલું હતું “કાર્યલલ”

    કૃષ્ણન પ્રાથમિક શાળા ચાય ટોલા ખૈરપુર કડવા પહોંચ્યા. પહોંચતા જ તેણે શાળાની ઓફિસની દિવાલ પર પેઇન્ટથી ‘કાર્યલલ’ લખેલું જોયું. તેના પર તેણે મુખ્ય શિક્ષક પવન કુમારને પૂછપરછ કરી. મુખ્ય શિક્ષકે કહ્યું કે કોઈ બાળકે ખોટું લખી દીધું છે. તે ઠીક કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો:  Viral Video: લગ્નમાં કપલને કેક ખવડાવવાના નામે માણસે વટાવી હદ, ગુસ્સે ભરાયેલા વરરાજાએ માર્યો મુક્કો!

    50ને 2 વડે ભાગવાનું કહ્યું

    આ પછી બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે 50ને 2 વડે ભાગવાનું કહ્યું. લાંબા સમય સુધી દિમાગ લાગવ્યા છતાં પણ તે અધિકારીને સાચો જવાબ આપી શક્યા નહીં.

    ઓરેન્જ 'ORIG'નો સ્પેલિંગ

    ગણિત પછી તેમના અંગ્રેજીના જ્ઞાનનો વારો આવ્યો. અધિકારીએ ઓરેન્જનો સ્પેલિંગ કહેવા કહ્યું. આના પર ગુરુજીએ જવાબ આપ્યો 'ORIG'. પણ હદ તો ત્યારે થઈ ગઈ, જયારે ગુરુજીએ તેમના નામ પવનનો સ્પેલિંગ 'PON' જણાવ્યો.

    ગુરુજીનું જ્ઞાન ચર્ચાનો વિષય બની ગયું

    નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ ગુરુજીના હિન્દી, અંગ્રેજી અને ગણિતના જ્ઞાનનો વિડીયો બનાવી લીધો. જે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. લોકો પણ આ વિડીયો જોઈને ખુબ જ મજા લઈ રહ્યા છે. આ સાથે લોકો એ પણ વિચારવા મજબૂર છે કે આવા શિક્ષકો બાળકોને શું ભણાવતા હશે.

    શાળાના ઓરડામાં રાખ્યું હતું ખાતર

    બીજી તરફ BDO મધ્યશાળાએ પહોંચ્યા ત્યાં તેમણે એક રૂમમાં ખાતર રાખેલું જોયું હતું. જેને તાત્કાલીક હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેઓ શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થાથી પણ નાખુશ હતા. નિરીક્ષણ બાદ પત્રકારોને માહિતી આપતાં તેમણે કહ્યું કે તેઓ શાળાઓમાં ચાલી રહેલી અવ્યવસ્થા સામે ઉચ્ચ અધિકારીઓને જાણ કરશે.
    First published:

    Tags: OMG VIDEO, Teacher

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन