બિહારઃ ગંગા નદીમાં મુસાફરો ભરેલી બોટ ડૂબી, 15થી વધુ લોકો ગુમ

બોટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા, સ્થાનિક લોકોની મદદથી 30 જેટલા લોકોના જીવ બચાવાયા

બોટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા, સ્થાનિક લોકોની મદદથી 30 જેટલા લોકોના જીવ બચાવાયા

  • Share this:
    રાહુલકુમાર ઠાકુર, ભાગલપુરઃ બિહાર (Bihar)ના ભાગલપુર (Bhagalpur)માં ગંગા નદી (Ganga River)માં મુસાફરો ભરેલી બોટ પલટી (Boat Capsized) ગઈ છે. દુર્ઘટના નવગછિયાના ગોપાલનગર તીનટંગા જહાજ ઘાટ નજીકની છે. મળતી માહિતી મુજબ બોટ પર 100 જેટલી સંખ્યામાં લોકો સવાર હતા. જોકે સ્થાનિક લોકોની મદદથી 30 લોકોને ડૂબવાથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન એક મહિલાની લાશ મળી આવી છે .પરંતુ હજુ પણ 15થી 20 લોકો ગુમ હોવાનું કહેવાય છે. સ્થાનિક ડાઇવર્સ અને અન્ય લોકો નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.

    ઘટના વિશે મળતી માહિતી મુજબ, નવગછિયા પોલીસ જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશનની હદના તીનટંગા દિયારા જહાજ ઘાટ પર મજૂર અને ખેડૂત પ્રાઇવેટ બોટમાં સવાર થઈને દિયારા (નદી કિનારાનો વિસ્તાર) મકાઈની ખેતી માટે જઈ રહ્યા હતા.

    આ પણ વાંચો, દિવાળી પહેલા બનો લખપતિ, આ 1 રૂપિયાની નોટ આપને કરશે માલામાલ!

    પરંતુ વધુ મુસાફરો સવાર હોવાના કારણે બોટ પલટી ગઈ અને ડૂબવા લાગી. આના કારણે અનેક લોકોએ કૂદીને પોતાના જીવ બચાવ્યા. તો બીજી તરફ સ્થાનિક લોકો અને ડાયવર્સની મદદથી અનેક લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા. જોકે હજુ ઘણી મોટી સંખ્યામાં લોકો ગુમ છે.

    આ પણ વાંચો, US Election: કચ્છી મૂળના નીરજ અંતાણીએ મેળવી સિદ્ધિ, ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

    ઘટના તીનટંગા ઘાટની પાસેની છે. બોટ પર 100 જેટલા લોકો સવાર હોવાની વાત ન્યૂઝ એજન્સી ANI તરફથી કહેવામાં આવી રહી છે. બોટ દુર્ઘટના બાદ તીસથી વધુની સંખ્યામાં લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ એક મહિલાની લાશ બહાર કાઢવામાં આવી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગોપાલપુરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાસનના અનેક ઉચ્ચ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ડાઇવર્સની મદદથી લોકોનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: