Home /News /national-international /ભદોહી દુર્ગા પૂજા પંડાલમાં આગ: તપાસ માટે SIT બનાવી, અત્યાર સુધીમાં બેના મોત

ભદોહી દુર્ગા પૂજા પંડાલમાં આગ: તપાસ માટે SIT બનાવી, અત્યાર સુધીમાં બેના મોત

ભદોહી દુર્ગા પૂજા પંડાલમાં લાગી ભીષણ આગ

Bhadohi Durga Puja Pnadal Fire:પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર્યક્રમ સ્થળ પાસે અચાનક આગ લાગી ગઈ હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જે બાદ પંડાલમાં ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક આગની ચપેટમાં આવેલા લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવ્યા હતા. પંડાલમાં જગ્યા ઓછી હતી. જેના કારણે તેમને બહાર કાઢવામાં સમય લાગ્યો હતો, જેના કારણે ઘણા બધાં લોકો આ આગનો શિકાર થયા હતા.

વધુ જુઓ ...
    ભદોહી: યૂપીના ભદોહીના ઔરાઈમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં રવિવારની રાતે લાગેલી ભીષણ આગમાં દાઝી જતાં 12 વર્ષના બાળક અને એક 45 વર્ષિય મહિલાનું મોત થયું છે. આ દુર્ઘટનામાં કુલ 64 લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દુર્ગા પૂજા પંડાલમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે પંડાલમાં લગભગ દોઢ સોથી વધારે લોકોની ભીડ હાજર હતી.

    આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું

    પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સ્થળ પાસે અચાનક આગ લાગી ગઈ હતી, જોત જોતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું, જે બાદ પંડાલમાં ભાગદોળ મચી ગઈ હતી. તાત્કાલિક આગની ચપેટમાં આવેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા, પંડાલમાં જગ્યા ઓછી હતી. જેના કારણે લોકોને બહાર કાઢવામાં ભારે સમય લાગ્યો અને મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા હતા.

    તપાસ માટે એસઆઈટી ટીમ બનાવી


    દુર્ગા પૂજા પંડાલની પાછળ તળાવ હતું. લોકોને રસ્તા તરફ ભાગવા માટે ફક્ત એક જ રસ્તો હતો. મોડી રાતે તળાવમાં પણ તરવૈયાઓની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભદોહી જિલ્લા અધિકારી ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 12 વર્ષિય અંકુશ સોની અને 45 વર્ષિય જયા દેવી નામની મહિલાનું મોત થઈ ગયું છે. કુલ 64 લોકો ચપેટમાં આવી ગયા છે. 42 લોકોની સારવાર વારાણસીમાં અને ચારને પ્રયાગરાજ તથા અન્યને ભદોહીની અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અપર જિલ્લા અધિકારીની અધ્યક્ષતામાં તપાસ હેતું એસઆઈટી ટીમનું ગઠન કર્યું હતું. જે આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે. તપાસ ટીમને પંડાલમાં હૈલોઝનની પાસે આગના પુરાવા મળ્યા છે. આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ થઈ રહી છે. ડીએમે કહ્યું કે, જે પણ દોષિત હશે, તેના પર આકરી કાર્યવાહી થશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Uttar Pradesh‬, આગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन