પ્રિયંકા ગાંધીથી નારાજ કોંગ્રેસ નેતાઓએ આપ્યા રાજીનામાં

News18 Gujarati
Updated: May 12, 2019, 9:19 PM IST
પ્રિયંકા ગાંધીથી નારાજ કોંગ્રેસ નેતાઓએ આપ્યા રાજીનામાં
પ્રિયંકા ગાંધીથી નારાજ કોંગ્રેસ નેતાઓએ આપ્યા રાજીનામાં

પ્રિયંકા ગાંધી જે પાર્ટીને એકજૂટ કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકાથી ઓછા નથી

  • Share this:
યૂપીમાં એક બાજુ કોંગ્રેસ પગ જમાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે, ત્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન કોંગ્રેસ માટે ખરાબ સમાચાર લઈને આવી રહ્યું છે. પૂર્વી યૂપીની કમાન સંભાળી રહેલી પ્રિયંકા ગાંધી જે પાર્ટીને એકજૂટ કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકાથી ઓછા નથી. બન્યું એવું કે, ભદોહી જનપદની કોંગ્રેસ જીલ્લાધ્યક્ષ સહિત કેટલાએ પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. ભદોહી કોંગ્રેસની અધ્યક્ષ નીલમ મિશ્રાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વ્યવહાર પર પ્રશ્ન ઉઠાવ્યા અને પોતાની નારાજગી વ્યક્ત કરી.

નીલમ મિશ્રાનું કહેવું છે કે, શનિવારે તેમણે વિસ્તારના પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પ્રિયંકા ગાંધીને ફરિયાદ કરી, પરંતુ તેમણે મારી વાત સાંભળવાને બદલે, તેમની વિરુદ્ધ કઠોર શબ્દોનો પ્રયોગ કર્યો. નીલમ મિશ્રાએ આગળ કહ્યું કે, શુક્રવારે કોંગ્રેસ ઉમેદવાર રમાકાંત યાદવના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ કોઈ પણ પદાધિકારીને રેલીમાં આમંત્રિત ન કરવામાં આવ્યા. આ સંબંધમાં પ્રિયંકા ગાંધીને ફરિયાદ પણ કરવામાં આવી.

આગળ તેમણે પ્રિયંકાના વ્યવહાર પર કહ્યું કે, કોંગ્રેસ મહાસચિવે અમારી ફરિયાદ પર ધ્યાન ન આપ્યું. તેમણે કહ્યું, જો તેમને રેલીમાં આમંત્રિત ન કરવા પર અપમાન જેવું લાગ્યું હોય તો, અપમાન મહેસુસ કરતા રહો. મિશ્રાનું કહેવું હતું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રભારી છે, તેથી અમે તેમને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ નિલમ મિશ્રાએ દાવો કર્યો કે, તે સપા-બસપાના ઉમેદવાર રંગનાથ મિશ્રાને સમર્થન કરશે. રવિવારે તેમણે પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવ્યો કે, તે કાર્યકર્તાઓ સાથે સારી રીતે વ્યવહાર નથી કરતા અને તેમને હતોત્સાહી કરી રહ્યા છે. જ્યારે, ભદોહીના ઉપ જીલ્લા અધ્યક્ષે કહ્યું કે, નિલમ મિશ્રા અને તેમના અન્ય સહયોગીઓએ ઉતાવળમાં નિર્મય કર્યો છે. ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર હતી.
First published: May 12, 2019, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading