Home /News /national-international /પોતાની ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઇ ગયો દિયર, પછી ભર્યું આવું પગલું

પોતાની ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઇ ગયો દિયર, પછી ભર્યું આવું પગલું

મૃતક મહિલાનું નામ ટ્વિન્કલ (23 વર્ષ) છે

Devar Killed Bhabhi - આરોપી દિયરને શંકા હતી કે તેના ભાભીનું કોઇ યુવક સાથે પ્રેમ પ્રકરણ છે

ગાજિયાબાદ : હત્યાનો ( Murder)એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જેમાં દિયરે પોતાની વિધવા ભાભીના માથા પર હથોડાના પ્રહાર કરીને ક્રુરતાપૂર્વક હત્યા (Murder news)કરી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાના ત્રણ બાળકો છે અને 11 મહિના પહેલા તેના પતિનું રોડ અકસ્માતમાં (accident)મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલામાં આરોપી દિયરની ઓળખ અભિષેક તરીકે થઇ છે.

ઘરમાં ઘણી વખત વિવાદ થતો હતો

આ ઘટનામાં પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. મૃતક મહિલાનું નામ ટ્વિન્કલ (23 વર્ષ) છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેના ભાભી રાતના સમયે અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હતી. જે ઘરમાં કોઇને પસંદ ન હતું. ઘણી વખતે તેણે પોતાની ભાભીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેણે કોઇની વા સાંભળી ન હતી. આ વાતને લઇને ઘરમાં ઘણી વખત વિવાદ થતો હતો. આ ઘટના ગાજિયાબાદના લોનીમાં બની છે.

આ પણ વાંચો - પહેલા પ્રેમીને છોડી બીજાને પ્રેમ કરવા લાગી યુવતી, લવ ટ્રાયંગલમાં મળ્યું દર્દનાક મોત

દિયરને શંકા હતી કે ભાભીનું કોઇ યુવક સાથે પ્રેમ પ્રકરણ છે

આરોપી દિયરને શંકા હતી કે તેના ભાભીનું કોઇ યુવક સાથે પ્રેમ પ્રકરણ છે. મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આરોપી અભિષેક હથોડો લઇને પોતાની ભાભીના રૂપમાં ઘુસી ગયો હતો અને તેના માથા પર પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી હતી.

પરિવારજનો પાસે મળેલી જાણકારી પ્રમાણે આરોપીના મોટા ભાઇ ગૌરવ અને ટ્વિન્કલના લગ્ન સપ્ટેમ્બર 2017માં થયા હતા. લગભગ 11 મહિના પહેલા મુરાદાનગરમાં એક રોડ અકસ્માતમાં ગૌરવનું મોત થયું હતું. જે પછી ટ્વિન્કલ પોતાના ત્રણ બાળકો સાથે પોતાના સાસરિયામાં જ રહેતી હતી. પતિના મોત પછી આરોપી દિયર સતત પોતાની ભાભીને શકની નજરે જોતો હતો. તેને શંકા હતી કે ભાભી કોઇ સાથે ફોન પર વાત કરે છે. જેને કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો - દોઢ મહિના પહેલા જાહેર થઇ હતી મૃત, હવે પ્રેમી સાથે જીવિત મળી આવી, હત્યાના આરોપમાં પતિ છે જેલમાં

પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગ કરેલો હથોડો પણ જપ્ત કર્યો છે. પોલીસ ઇન્સ્યોરન્સ એંગલથી પણ તપાસ કરી રહી છે.
First published:

Tags: Murder news, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News