કોલકાતા. પશ્ચિમ બંગાળની (West Bengal) હાઇપ્રોફાઇલ સીટ ભવાનીપુરથી (Bhabanipur Bypolls) રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) શાનદાર જીત નોંધાવી છે. મમતા બેનર્જીએ આ પેટાચૂંટણીમાં પોતાની નજીકની પ્રતિદ્વંદી બીજેપીની પ્રિયંકા ટિબરેવાલને (Priyanka Tibrewal) 58,000 મતોથી મ્હાત આપી છે. બીજેપી ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી લીધી છે અને તેમણે મમતા બેનર્જીને જીતની શુભકામનાઓ આપી છે.
બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 58,389 મતોથી જીત નોંધાવી છે. ભવાનીપુરથી બીજેપીની ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 વોટ મળ્યા છે. મમતાએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે કારણ કે તેમણે ભવાનીપુરમાં પોતાની અગાઉની જીતની તુલનામાં આ વખતે વધુ મત મેળવ્યા છે. તેમણે 2011ની પેટાચૂંટણીમાં 52,213 વોટથી અને 2016માં 25,301 વોટથી જીત પ્રાપ્ત કરી હતી.
ભવાનીપુરમાં જીત બાદ મમતા બેનર્જીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, તેઓ આ જીત માટે તમામનો આભાર વ્યક્ત કરે છે. મમતાએ કહ્યું કે, ભવાનીપુરમાં 46 ટકા બિન બંગાળી વોટર છે. તમામે તેમને વોટ આપ્યા. મમતા બેનર્જીએ આ દરમિયાન કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આટલી નાના વિધાનસભા ક્ષેત્ર માટે 3.5 હજાર કેન્રીર ય દળોની તૈનાતી કરવામાં આવી. મમતાએ જણાવ્યું કે, અમારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેઓએ નંદીગ્રામમાં મળેલી હારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મામલો કોર્ટમાં છે તેથી તેઓ કંઈ કહેવા નથી માંગતા પરંતુ અહીં શું શું થયું, તે લોકોએ જોયું છે.
Since the elections started in Bengal, Central Govt hatched conspiracies to remove us (from power). I was hurt in my feet so that I don't contest the polls. I am grateful to the public for voting for us & to ECI for conducting polls within 6 months: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/eMIS1rW2V9
બીજી તરફ, બીજેપી ઉમેદવર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારતાં કહ્યું કે, હું હાર સ્વીકારું છું, પરંતુ હુ કોર્ટ નથી જઈ રહી, પણ એ લોકો કહી રહ્યા હતા કે મમતા 1 લાખ વોટથી જીતશે, પરંતુ તેમને લગભગ 50 હજાર વોટ મળ્યા છે. હું મમતા બેનર્જીને શુભેચ્છાઓ આપું છું, પરંતુ તેઓ જે રીતે ચૂંટણી જીત્યા છે તેને તમામ લોકોએ જોયું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર