ACનો ઉપયોગ કરનારા સાવધાન! બોમ્બની જેમ ફાટ્યું AC, રૂમમાં ઉંઘતા પતિ-પત્નીનું મોત
ACનો ઉપયોગ કરનારા સાવધાન! બોમ્બની જેમ ફાટ્યું AC, રૂમમાં ઉંઘતા પતિ-પત્નીનું મોત
પ્રતિકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના આગ્રામાં રૂમાં એસી ચાલું કરીને ઊંઘતા હતા. ત્યારે એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જેમાં ઉંઘતા પતિ પત્નીનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.
આગ્રાઃ અત્યારે ઉનાળાના પગલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનર (AC)નો ઉપયોગ થવો સામાન્ય છે. પરંતુ એસીનો ઉપયોગ કરતા પહેલા સાવધાન થવાય એવી ઘટના ઉત્તર પ્રદેશના (Uttar pradesh) આગ્રામાં બની છે. અહીં એસીમાં વિસ્ફોટ થયા બાદ રૂમમાં ઊંઘતા પતિ પત્નીનું મોત (husband wife death) નીપજ્યું હતું. પોલીસ પ્રમાણે પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે 50 વર્ષીય અજય શર્મા અને પોતાની પત્ની નિશા શર્મા સાથે રહેતા હતા. મકાનમાં એસી લાગેલું છે. જેમાં અચાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી પાડોશીના લોકો ઘટના સ્થળ તરફ ભાગ્યા હતા. અજયના ઘરમાંથી ધૂમાડા નીકળતા હતા.
ઘટના સ્થળે પહોંચીને ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે બારી તોડીને અજય અને તેની પત્નીને દાઝેલી હાલતમાં બહાર કાઢ્યા હ તા. બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનને મૃત જાહેર કર્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી એસીમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ હતી. જેના પગલે એસીમાં વિસ્ફોટ થયો હતો. રૂમમાં ઊંઘતા પતિ પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર