મોતની ભવિષ્યવાળી કરનારા જ્યોતિષાચાર્ય કુંજીલાલ માલવીયનું નિધન, જીવન પર બની હતી Peepli Live ફિલ્મ

News18 Gujarati
Updated: October 27, 2019, 3:43 PM IST
મોતની ભવિષ્યવાળી કરનારા જ્યોતિષાચાર્ય કુંજીલાલ માલવીયનું નિધન, જીવન પર બની હતી Peepli Live ફિલ્મ
બૈતૂલના સેહરા ગામના રહેવાસી કુંજીલાલ માલવીય 2005માં પોતાના મોતની ભવિષ્યવાણી કરી ચર્ચામાં આવ્યા હતા. (ફાઇલ તસવીર)

ભવિષ્યવાણીના 14 વર્ષ બાદ મૃત્યુ, પિપલી લાઇવ ફિલ્મને કારણે આમિર ખાનને મોકલી હતી નોટિસ

  • Share this:
બૈતુલ, મધ્‍ય પ્રદેશ : વર્ષ 2005માં પોતાના મોતની ભવિષ્યવાણી (Death prediction) કરીને સમાચારોમાં ચમકેલા બૈતૂલ (Betul)ના સેહરા ગામના રહેવાસી જ્યોતિષાચાર્ય કુંજીલાલ માલવીય (Kunjilal Malviya)નું નિધન થયું છે. કુંજીલાલ માલવીય દેશ અને દુનિયામાં તે સમયે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા જ્યારે તેઓએ 19 ઑક્ટોબર 2005ના રોજ એવું કહીને ખળભળાટ મચાવી દીધો હતો કે 24 કલાક બાદ એટલે કે 20 ઑક્ટોબરની સાંજે તેમનું મૃત્યુ થઈ જશે. જોકે, આ ભવિષ્યવાણી ખોટી પુરવાર થઈ હતી. બાદમાં કુંજીલાલના જીવનને મળતી વાર્તા પર બૉલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન (Aamir Khan)એ પિપલી લાઇવ (Peepli Live) ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પણ કુંજીલાલ ખૂબ ચર્ચામાં આવ્યા હતા.

ભવિષ્યવાણીના 14 વર્ષ બાદ મૃત્યુ

કુંજીલાલ માલવીયે 2005માં પોતાના મોતની ભવિષ્યવાણી કરી હતી, પરંતુ તેમનું આ અનુમાન ખોટું સાબિત થયું હતું. કુંજીલાલના કહેલા દિવસે તેમનું મૃત્યુ ન થતાં જ્યારે મીડિયાએ તેમને તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યુ હતું કે તેમની પત્નીએ કરવા ચૌથનું વ્રત કરીને કુંજીલાલના લાંબા આયુષ્યની કામના કરી હતી. આ કારણે નિયત સમયે જ્યોતિષાચાર્યનું મૃત્યુ ન થયું. કુંજીલાલ માલવીય પોતાના ગામ સેહરા અને આસપાસના વિસ્તારમાં ભવિષ્યવાણી કરવા માટે જાણીતા હતા. કુંજીલાલે જણાવ્યું હતું કે, તેમની પાસે પૂર્વજોની શીખવાડેલી રમલ વિદ્યા અને પાસા છે, જેના આધારે તેઓ ભવિષ્યવાણી કરે છે.

કુંજીલાલ માલવીયના જીવન પર આધારિત આમિર ખાને પિપલી લાઇવ ફિલ્મ બનાવી હતી.


આમિર ખાનને મોકલી હતી નોટિસ

કુંજીલાલ માલવીય દ્વારા મોતની ભવિષ્યવાણી કરવાની કહાણી પર કેન્દ્રીય કથાવસ્તુ પર બૉલિવૂડ અભિનેતા આમિર ખાને પિપલી લાઇવ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું મુખ્ય પાત્ર નત્થા ખેડૂત દેવાથી પરેશાન થઈને પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરે છે. આ ફિલ્મનું નામ કુંજીલાલના ગામ સેહરાની પાસે આવેલા પિપલા ગામથી મળતું હતું. પોતાની અનોખી કથાવસ્તુના કારણે આ ફિલ્મ પણ ઘણી ચર્ચામાં રહી હતી. ફિલ્મના રિલીઝ થયા બાદ કુંજીલાલે આમિર ખાન અને ફિલ્મની નિર્દેશક અનુષા રિઝવીને નોટિસ મોકલી હતી. કુંજીલાલે આ નોટિસમાં તેમની કહાણી પર ફિલ્મ બનાવવાના સામે વાંધી વ્યક્ત કર્યો હતો.
First published: October 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...