Home /News /national-international /ભારતમાં એક વ્યક્તિને દુર્લભ ડાયમંડ આઇ બિલાડી મળી આવી : કેમ છે ખાસ? કિંમત સાંભળી થશે આશ્ચર્ય

ભારતમાં એક વ્યક્તિને દુર્લભ ડાયમંડ આઇ બિલાડી મળી આવી : કેમ છે ખાસ? કિંમત સાંભળી થશે આશ્ચર્ય

બિલાડીઓની બાયોલોજી તેમના વાયરલ રિસેપ્ટર્સ સહિત વાયરસ કોશિકાઓમાં પ્રવેશ કરવા માટે લોક કરે છે આ કારણોસર કૂતરાની તુલનામાં બિલાડીઓમાં કોરોના સંક્રમણ થવાનું જોખમ અધિક રહે છે. બિલાડીઓને તેમના માલિકના ચહેરાની નજીક સૂવાની આદત હોય છે તેથી તેમને સંક્રમણ થવાનું જોખમ હોય છે.

આ બિલાડી રાખવાનો અધિકાર ફક્ત થાઈલેન્ડના રાજ પરિવાર પાસે જ છે. કારણ કે, તેને ત્યાં નસીબદાર ચાર્મ માનવામાં આવે છે.

    બેતુલ: દેશમાં પ્રથમ વખત બેતુલ (Betul)માં એક દુર્લભ બિલાડી (Rare cat) મળી આવી છે. તેની જાદુઈ આંખોને કારણે તે વિશ્વની સૌથી મોંઘી બિલાડીઓની સૂચિમાં સામેલ છે, પણ તે ફક્ત થાઇલેન્ડમાં જોવા મળે છે. અને અહીં પણ તેને રાખવાનો અધિકાર ફક્ત રાજ પરિવાર પાસે જ છે. કારણ કે, તેને ત્યાં નસીબદાર ચાર્મ માનવામાં આવે છે. આ બિલાડીને ખાઓ મની અથવા ડાયમંડ આઇ બિલાડી (Diamond Eye Cat) પણ કહેવામાં આવે છે, જેની એક આંખ વાદળી અને બીજી સોનેરી રંગની હોય છે.

    આ બિલાડી બેતુલના એક વ્યક્તિ અનુભવ સિંહને જંગલમાં ભટકતી જોવા મળી છે. હવે દેશભરમાંથી અનુભવ સિંહને કોલ આવી રહ્યા છે. લોકો લાખો રૂપિયા આપીને આ ખૂબ જ ખાસ બિલાડી ખરીદવા તૈયાર છે.

    આ સફેદ બિલાડીની ચર્ચા આજકાલ બેતુલ સહિત દેશભરમાં ચાલી રહી છે. મૂળ થાઇલેન્ડમાં જોવા મળે છે આ બિલાડી. તેને ખાઓ મની બિલ્લી અથવા ડાયમંડ આઇ બિલાડી કહેવામાં આવે છે, જે થાઇલેન્ડના રાજ્યમાં ખૂબ નસીબદાર માનવામાં આવે છે. આ બિલાડીની એક આંખ ડાયમંડ જેવી વાદળી હોય છે અને બીજી સોનેરી હોય છે. આ ખાસીયત તેને વિશ્વની સૌથી દુર્લભ અને મોંઘી બિલાડી બનાવે છે. બેતુલના સારણીમાં રહેતો અનુભવ સિંહ ભોપાલથી બેતુલ આવી રહ્યો હતો, તે દરમિયાન તેને તે જંગલમાં મળી.

    અનુભવ પણ જાણતો ન હતો

    બિલાડીને ઘરે લાવ્યા પછી, જ્યારે અનુભવએ તેના વિશે માહિતી એકત્રિત કરી, ત્યારે તે આનંદ અને આશ્ચર્ય સાથે ખુશ થઈ ગયો. તેને બિલાડી જંગલમાં મળી છે, તે ખાઓ મની છે, જે વિશ્વની દુર્લભ અને મોંઘી બિલાડીની પ્રજાતિ છે. ખાઓ મની બિલાડી મૂળ થાઇલેન્ડની એક પ્રજાતિ છે અને ત્યાંના શાહી ઘરનું ગૌરવ માનવામાં આવે છે. ચીન, તુર્કી અને અન્ય ઘણા એશિયન દેશોમાં, ખાઓ મની બિલાડી મળવી નસીબ ખુલવાનું પ્રતીક માનવામાં આવે છે.

    વન્ય જીવનના નિષ્ણાતો શું કહે છે

    વન્યપ્રાણી વિશેષજ્ઞનું કહેવું છે કે હેટ્રોક્રોમિયા નામના એક આનુવંશિક રોગથી બિલાડીની બંને આંખોનો રંગ અલગ અલગ બનાવે છે. પરંતુ ભારતમાં, વ્હાઇટ ખાઓ મની બિલાડીને મળવી એ ખૂબ જ દુર્લભ ઘટના છે.

    કિંમત 6 થી 8 લાખ છે

    હવે આ બિલાડીની કિંમત જોઈએ. ભારતમાં હજી સુધી આવી કોઈ બિલાડી મળી નથી, તેથી તેની કિંમત હજુ સુધી રૂપિયામાં અંદાજવામાં આવી નથી, પરંતુ જો તમે તેની કિંમત ડોલરમાં જુઓ તો ખાઓ મની બિલાડીની કિંમત આશરે 5 થી 11 હજાર ડોલર એટલે કે 6 થી 8 લાખ રૂપિયા થાય. જો કે, અનુભવ મુજબ, તેને પણ આ બિલાડી નસીબથી મળી છે, તેથી તે ક્યારેય તેને વેચવા માંગશે નહીં.

    સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, બેતુલમાં આ દુર્લભ બિલાડી ક્યાંથી આવી હશે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, ખાઓ મની બિલાડીઓ જંગલોમાં ઘણીવાર મળી આવે છે, જે એક રહસ્ય છે. આ બિલાડીને ગુડલક અને નસીબદાર માનવામાં આવે છે. બિલાડીની સાથે, અનુભવ સિંહ પણ વિશ્વના થોડા એવા લોકો સાથે જોડાઈ ગયો છે, જેની પાસે હવે વાદળી અને સોનેરી આંખો વાળી આ દુર્લભ બિલાડી હશે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन