Home /News /national-international /ટેક્સાસના ગર્ભપાત વિરોધી કાળા કાયદાથી સેલિબ્રિટી સિંગર Bette Midler ગુસ્સે ભરાઈ, મહિલાઓને કહ્યું-‘Sex Strike’ કરો

ટેક્સાસના ગર્ભપાત વિરોધી કાળા કાયદાથી સેલિબ્રિટી સિંગર Bette Midler ગુસ્સે ભરાઈ, મહિલાઓને કહ્યું-‘Sex Strike’ કરો

ટેક્સાસમાં નવા ગર્ભપાત કાયદા સામે મહિલાઓ વિરોધ કરી રહી છે.

Texas Abortion Law Protest: બેટ્ટી મિડલરે કહ્યું કે, તમામ મહિલાઓએ પુરુષો સાથે શારિરીક સંબંધ બાંધવાનો ઇન્કાર કરી દેવો જોઈએ

નવી દિલ્હી. ગાયિકા અને અભિનેત્રી બેટ્ટી મિડલર (Bette Midler) ટેક્સાસના (Texas) અતિશય પ્રતિબંધાત્મક નવા ગર્ભપાત કાયદાના (new abortion law) વિરોધમાં સેક્સ સ્ટ્રાઇકનું (Sex Strike) આહવાન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ આ કાયદાનો ત્યાં સુધી વિરોધ કરવો જોઈએ ત્યાં સુધી તેમને પોતાના પ્રજનન નિર્ણય લેવાનો અધિકાર ન આપવામાં આવે.

બેટ્ટી મિડલરે ટ્વીટરના માધ્યમથી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, નવો ગર્ભપાત કાયદો જેમાં તમામ ભ્રૂણમાં ધબકારા પ્રાપ્ત થયા બાદ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગર્ભાવસ્થાના માત્ર 6 સપ્તાહ બાદ પ્રક્રિયાને પ્રભાવી રીતે પ્રતિબંધિત કે છે જ્યારે અનેક મહિલાઓ હજુ પણ નથી જાણતી કે તેઓ ગર્ભવતી છે.



આ પણ જુઓ,  Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

ગાયિકા અને અભિનેત્રી બેટ્ટી મિડલરએ (Bette Midler) ટ્વીટર (Twitter) પર લખ્યું કે, હું સૂચન કરું છું કે જ્યાં સુધી સાંસદો દ્વારા તેમના પસંદગીના અધિકારની ખાતરી ન આપવામાં આવે ત્યાં સુધી તમામ મહિલાઓએ પુરુષો સાથે શારિરીક સંબંધ બાંધવાનો ઇન્કાર (Sex Strike) કરી દેવો જોઈએ.
બેટ્ટી મિડલરનું આ નિવેદન તેવા સમયે સામે આવ્યું છે જ્યારે બુધવારે આ ગર્ભપાત વિરોધી કાયદો અમલમાં મૂકાઈ ગયો છે. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ચારથી પાંચ અરજીઓ નકારી દેવાયા બાદ ટેક્સાસ (Texas) એવું રાજ્ય છે જ્યાં આ ખૂબ પ્રતિબંધિત ગર્ભપાત કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા પર મે મહિનામાં આ કાયદા પર ટેક્સાસ રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેની સામે ખૂબ જ વિરોધ થયો હતો.

આ પણ વાંચો, VIRAL: 12 વર્ષના બાળકે સ્કૂલની રજાઓમાં ઘરે બેઠા 2 કરોડ રૂપિયાની કરી કમાણી, કર્યું આ જોરદાર કામ

હવે નવો ટેક્સાસ કાયદો ભ્રૂણમાં હૃદય સંબંધી ગતિવિધિની જાણ થયા બાદ ગર્ભપાતને રોકી દે છે, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં માત્ર 6 સપ્તાહમાં થાય છે. આ પ્રારંભિક ચરણમાં મોટાભાગની મહિલાઓને ખબર પણ નથી હોતી કે તેઓ ગર્ભવતી (Pregnant) છે, જેનાથી સુરક્ષિત ગર્ભપાત સેવાઓ પ્રાપ્ત કરવાની સમય મર્યાદા ગંભીર રીતથી સીમીત થઈ ગઈ છે. પ્રતિબંધ એ મામલાઓ ઉપર પણ લાગુ થાય છે જ્યાં બળાત્કાર કે દુષ્કર્મના પરિણામ સ્વરૂપ એક મહિલા ગર્ભવતી (Abortion) થાય છે અને તેમાં માત્ર મેડિલક ઇમરજન્સી સ્થિતિ માટે અપવાદ સામેલ છે.
First published:

Tags: Bette Midler, Texas, અમેરિકા, ગર્ભપાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો