Home /News /national-international /પ્રેમમાં મળ્યો દગો, પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરો બન્યો ભિખારી, પોલીસ બન્યા તારણહાર

પ્રેમમાં મળ્યો દગો, પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરો બન્યો ભિખારી, પોલીસ બન્યા તારણહાર

જુહુ પોલીસે એક યુવકનો તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો છે.

Emotional Story: મુંબઈ પોલીસે કંઈક એવું કર્યું છે, જે જાણીને તમે પણ ભાવુક થઈ જશો. વાસ્તવમાં હાર્ટબ્રેક બાદ કેરળના એક યુવકે મુંબઈમાં ભીખ માંગવાનું શરૂ કર્યું. જોકે, આ યુવક ક્યારેય પોતાના ઘરે પાછો ફર્યો ન હતો. અને પછી એક દિવસ પોલીસે તેને પકડીને તપાસ કરી. તેની બેગમાંથી એક આધાર કાર્ડ અને પત્ર મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની વિગતો મેળવી અને તેને ફરીથી તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો.

વધુ જુઓ ...
મુંબઈ : મુંબઈની જુહુ પોલીસે કંઈક એવું કર્યું છે, જેને જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. પોલીસે 37 વર્ષીય ખોવાયેલ યુવકને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. પ્રેમમાં છેતરાયાં બાદ યુવકે પરિવાર છોડીને મુંબઈમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. જેમાં એક રિપોર્ટ અનુસાર આ યુવક લગભગ એક વર્ષ પહેલા કેરળથી પોતાનું ઘર અને પરિવાર છોડીને એક મહિલાની શોધમાં મુંબઈ પહોંચ્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મહિલા સાથે યુવકની ઓળખ થઈ હતી. પોલીસનું કહેવું છે કે, આ યુવક મુંબઈ આવ્યા બાદ એક મહિલાને મળ્યો હતો, પરંતુ પહેલી મુલાકાત બાદ મહિલાએ સંબંધનો અંત લાવી દીધો હતો.

જોકે, દિલ તુટ્યાં બાદ યુવક ડ્રિપેશનમાં જતો રહ્યો હતો અને પોતાના જ ઘરે પાછો ફર્યો નહોતો. મિડ-ડેના અહેવાલ મુજબ, આ યુવક મુંબઈ આવ્યા બાદ છોકરીના સંપર્ક પછી મુંબઈમાં ભીખ માંગવા લાગ્યો હતો. જે અંતર્ગત મુંબઈ પોલીસે તેને ભીખ વિરોધી અભિયાન દરમિયાન પકડ્યો હતો. ત્યારબાદ તેના આધાર કાર્ડ દ્વારા તેની સંપૂર્ણ વિગતો કાઢવામાં આવી હતી.

2022 થી ગુમ હતો

પોલીસ પાસેથી મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિની ઓળખ 37 વર્ષીય અનૂપ રાજશેખરન તરીકે થઈ છે, જે કેરળના કોલ્લમ કરુણાગપ્પલ્લીનો રહેવાસી છે. અનૂપે એક્વા કલ્ચર અને ફિશરીઝ સાયન્સમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. તે જાન્યુઆરી 2022 થી ગુમ હતો. આ યુવક તેના માતા-પિતાને નોકરીની શોધમાં જતો હોવાનું જણાવી મુંબઈ આવ્યો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. 18 માર્ચે જુહુ પોલીસના PSIએ એક ભીખારીને શોધી કાઢ્યો હતો, અને તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. ત્યાં પોલીસે આ યુવક પાસેથી આ જ વિગતો પૂછી હતી. પછી તેણે પોલીસને કહ્યું કે, તેનો કોઈ પરિવાર નથી. ત્યારપછી પોલીસે તેની બેગની તપાસ કરતા એક આધાર કાર્ડ અને મલયાલમમાં લખેલો પત્ર મળી આવ્યો હતો.

આ પણ વાંચો : ટેસ્ટમાં નંબર 1 બનવાના પ્રયાસમાં ભારતને થયું મોટું નુકસાન, ઓસ્ટ્રેલિયાઈઓએ કર્યો ફેરબદલ, જુઓ હાલનું ODI રેન્કિંગ

મુંબઈ પોલીસે કેરળમાં સંપર્ક કર્યો

જોકે, બેગમાં મળેલા પત્રમાં લખેલ સરનામા દ્વારા પોલીસે કેરળના કરુણાગપલ્લી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પછી ત્યાં પોલીસે ગુમ થયેલા વ્યક્તિના રેકોર્ડની તપાસ કરી હતી. મિડ-ડેના અહેવાલ મુજબ જુહુ પોલીસે કેરળ પોલીસને અનૂપનો ફોટો પણ મોકલ્યો હતો. જુહુ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે અનૂપના પરિવારને શોધી કાઢ્યો અને તેમની વિગતો તેના પિતા રાજશેખરન કુટાપન સાથે શેર કરી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા પોલીસે કહ્યું હતુ કે, વરિષ્ઠ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલોની એક ટીમ બનાવવામાં આવી હતી જે ભિખારીઓ સામે કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન અમે અનૂપને મળ્યા.

યુવક સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડ્યો હતો

પૂછપરછ દરમિયાન અનૂપે પોલીસને જણાવ્યું હતુ કે, તે 2022માં એક મહિલાને ફેસબુક પર મળ્યા બાદ મળવા મુંબઈ આવ્યો હતો. જોકે, તેઓ ચેટિંગ કરી રહ્યા હતા, અને તેને આ મહિલા સાથે પ્રેમ થઈ ગયો. મહિલાએ તેને કહ્યું હતું કે, તે જુહુમાં રહે છે, તેથી તે તેને મળવા આવ્યો હતો. જ્યારે આ મહિલાએ તેનું દિલ તોડતા, તે ભાંગી ચુક્યો હતો અને તે ક્યારેય તેના ઘરે પાછો ગયો નહીં. તેણે મુંબઈમાં જ ભીખ માંગવાનું શરૂ કર્યું. પોલીસનું કહેવું છે કે, અમે કેરળમાં તેના પરિવારને શોધી કાઢ્યો હતો અને મંગળવારે તેનો તેના પિતા સાથે પરિચય કરાવ્યો હતો.
First published:

Tags: Kerla, Mumbai Diaries