સૂરજથી હજાર ગણા મોટા તારામાં થશે બ્લાસ્ટ, ધરતી પરથી પણ દેખાશે અદભૂત નજારો

સુરજથી 1000 ગણા મોટા તારામાં વિસ્ફોટ થશે.

આ તારો હવે સુપરનોવા તબક્કા (supernova phase) તરફ આગળ વધી રહ્યો છે. જેનાથી તેમાં વિસ્ફોટની સંભાવના છે.

 • Share this:
  વૉશિંગ્ટન : આકાશગંગા (Galaxy)ના સૌથી ચમકતા તારામાંથી એક બીટલગ્યૂઝ (Betelgeuse) હવે તેની ચમક ગુમાવવા જઈ રહ્યો છે. બીટલગ્યૂઝ, લાલ રંગનો તારો છે જે ઓરિયન તારામંડળ (Orion constellation)નો ભાગ છે. આ તારો હવે સુપરનોવા તબક્કા (supernova phase) તરફ આગળ વધી રહ્યો છે. આથી તેમાં વિસ્ફોટની સંભાવના છે. સુપરનોવા એક શક્તિશાળી તારાકીય વિસ્ફોટ છે, જેના કારણે તારો હંમેશ માટે ખતમ થઈ જાય છે.

  સ્લેટના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા થોડા મહિનાઓમાં બીટલગ્યૂઝની ચમક ઓછી થવાને કારણે તેને 12માં સૌથી ચમકતા તારામાંથી હટાવીને 20માં સ્થાન પર મૂકવામાં આવ્યો હતો. પૃથ્વીથી 642.5 પ્રકાશ વર્ષ સ્થિત આ તારામાં જો વિસ્ફોટ થાય છે તો આ મનુષ્યોને જોવા મળનાર પ્રથમ સૌથી નજીકનો સુપરનોવા બની શકે છે.

  CNETના રિપોર્ટ પ્રમાણે એડવર્ડ ગિનાના દ્વારા એકત્ર કરવાામં આવેલા આંકડા પ્રમાણે, વિલેનોવા યુનિવર્સિટીના એક ખગોળશાસ્ત્રીએ જણાવ્યુ કે બીટલગ્યૂઝ 430 દિવસની અંદર પોતાની રોશની ગુમાવી શકે છે. તેમણે જણાવ્યું કે જો અમારા ગણતરી સાચી ઠરે છે તો બીટલગ્યૂઝ 21મી ફેબ્રુઆરીએ સૌથી ઓછી ચમક પર પહોંચી જશે.

  સૂરજથી હજાર ગણો મોટો છે બીટલગ્યૂઝ

  મોટાભાગના ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે બીટલગ્યૂઝ પોતાના પતન તરફ આગળ વધી રહ્યો છે. બીટલગ્યૂઝ સૂરજની સરખામણીમાં હજાર ગણો મોટો છે. જો તે આપણા સૌરમંડળમાં પ્રવેશ કરે તો ગુરુગ્રહની કક્ષાથી પણ મોટો બને. આ જ કારણે છે કે મોટાભાગના ખગોળશાસ્ત્રીઓ તેને 'સુપરજાયન્ટ્સ' કહે છે. આ પ્રકારના તારા ખૂબ જ તેજ ગતિએ આગળ વધે છે અને વિસ્ફોટ સાથે તેનો અંત આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: