Home /News /national-international /Besharam Rang: પઠાણના ગીત પર શક્તિમાનનો બાટલો ફાટ્યો, કહ્યું અત્યારે ટૂંકા કપડા પહેરાવ્યા, કાલે તો તમે...
Besharam Rang: પઠાણના ગીત પર શક્તિમાનનો બાટલો ફાટ્યો, કહ્યું અત્યારે ટૂંકા કપડા પહેરાવ્યા, કાલે તો તમે...
શાહરુખના નવા ગીત પર બગડ્યા શક્તિમાન
Mukesh Khanna On Besharam Rang: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મૂવી 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી તે અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. આ વિવાદમાં હવે મુકેશ ખન્નાએ ઝંપલાવ્યું છે.
Besharam Rang Controversy: અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી મૂવી બોયકોટ અને વિરોધનો ભોગ બની ચૂકી છે. આ યાદીમાં પઠાણ ફિલ્મ પણ જોડાય ગઈ છે. ફિલ્મના બેશર્મ રંગ સોંગ મુદ્દે વિરોધ શરૂ થયો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મૂવી 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી તે અનેક વિવાદોમાં ઘેરાયેલું છે.
દર્શકો અને ચાહકોનો એક વર્ગ સોંગ અને મૂવી દ્વારા થઈ રહેલ અપીલ અને રજૂઆતને વખાણી રહી છે, તો સામે પક્ષે એક મોટો વર્ગ ગીતનો વિરોધ પણ કરી રહ્યો છે. સોંગના શબ્દોથી લઈને સીન અને કપડાની ભારે ટીકા કરી રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારના બીજેપીના મંત્રી નરોત્તમ મિશ્રા અને બીજેપી ધારાસભ્ય રામ કદમે ગીતમાં દીપિકાએ પહેરેલા પોશાકો, ખાસ કરીને કેસરી બિકીનીની ટીકા કરી હતી. ત્યારબાદ વિરોધની શરૂઆત થઈ હોવાનું જાણવા મળે છે.
પઠાણ સામેના વિરોધમાં નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે. બીજેપીમાં જોડાનાર મહાન એક્ટરે આ ગીત સામે વાંધો ઉઠાવ્યો છે. 'શક્તિમાન' તરીકે હજુ પણ પ્રખ્યાત મુકેશ ખન્નાએ આ ગીત મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે. ખન્નાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ અભદ્રતાનો મામલો છે, તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. ફિલ્મો માટેની નિર્ણાયક સંસ્થા સેન્સર બોર્ડ કોઈ સુપ્રીમ કોર્ટ નથી.
ખન્નાએ કહ્યું કે, આપણો દેશ દરેક વસ્તુને મંજૂરી આપે તેવી પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતો નથી. આજે તેઓએ આટલા ટૂંકા કપડાં પહેરીને સોંગ કર્યું છે. પરંતુ તેઓને હવે કપડાં વિના જ ફિલ્મી પડદે રજૂ કરવામાં આવે તેવું પણ બની શકે. ખન્નાએ આક્રોશ ઠાલવતા કહ્યું કે આ પ્રકારની ફિલ્મોને પાસ કરવા માટે હું સેન્સર બોર્ડની પણ ટીકા કરૂં છું કારણ કે આ ફિલ્મ OTT માટે નથી. આ ફિલ્મ થિયેટર માટે બનાવવામાં આવી છે. ખન્નાએ બોર્ડ પર વધુ ટકોર કરતા કહ્યું કે તેઓ આ પ્રકારની મૂવી-સોંગ-કપડાને કેવી રીતે પાસ કરી શકે ? શું તેઓએ ઇરાદાપૂર્વકનું ઉશ્કેરણીજનક ડ્રેસિંગ જોયું નથી?
કિંગ ખાન માટે પઠાણની સક્સેસ ખૂબ જ જરૂરી છે. પરંતુ સોંગની સામે ઉભો થયેલો આ વિવાદ માથાનો દુ:ખાવો બન્યો છે અને તેને શરૂઆતમાં જ ટાળવા માટે તેમણે એક કાર્યક્રમમાં આડકતરી ટકોર પણ કરી છે. સોશિયલ મીડિયા પર તમામ વિવાદો અને ટ્રોલિંગ વચ્ચે શાહરૂખ ખાને ગઈકાલે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, "દુનિયા કુછ ભી કરલે, મેં ઔર આપ લોગ ઔર જીતને ભી પોઝિટિવ લોગ હૈ, સબકે સબ ઝિંદા હૈ"
" isDesktop="true" id="1302342" >
અહીં નોંધનીય છે કે 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર