મહિલાઓની વસ્તુઓ બનાવવાથી મોટો થયો બિઝનેસ, આજે એલન મસ્કને છોડી બન્યા સૌથી અમીર
બર્નાર્ડ બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ
Bernard Arnault: તાજેતરમાં જ વિશ્વના સૌથી અમીર લોકો પર નજર રાખતા ફોર્બ્સ મેગેઝીને વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, જેમાં બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને છે.
World's Richest Person: સમગ્ર વિશ્વના બિલિયોનર્સની સંપત્તિને ટ્રેક કરનાર સંસ્થા અને અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે (Forbes List) દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું છે. લક્ઝરી પર્સ બનાવનાર કંપનીના માલિક લુઈ વુઈટનની મૂળ કંપની LVMHના માલિક બર્નાર્ડ અરનોલ્ટ (Bernard Arnault) એલન મસ્કને પાછળ છોડીને વિશ્વની અમીર વ્યક્તિ બની ગયા છે. બર્નાર્ડ અરનોલ્ટ કોણ છે અને તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ શું છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
બર્નાર્ડ અરનોલ્ટ કોણ છે?
ફ્રાંસના બર્નાર્ડ અરનોલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બર્નાર્ડ અરનોલ્ટ સમગ્ર વિશ્વની લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના CEO છે. SEC ફાઈલિંગ અનુસાર, અરનોલ્ટ હોલ્ડિંગ વ્હીકલ અને ફેમિલી ટ્રસ્ટના માધ્યમથી LVMHના વોટિંગ શેર વર્ગના 60%થી વધુ શેરના માલિક છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર બર્નાર્ડ અરનોલ્ટ 186.2 અરબ ડોલરના માલિક છે. જયારે એલન મસ્કની કુલ પર્સનલ સંપત્તિ 185.7 અરબ ડોલર છે.
અગાઉ પણ તેઓ રહી ચુક્યા છે સૌથી અમીર વ્યક્તિ
બર્નાર્ડ અરનોલ્ટ અગાઉ ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020 અને મે 2021માં વિશ્વના સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં શામેલ થઈ ચૂક્યા છે. થોડા સમય બાદ તેમણે આ ખિતાબ ગુમાવી દીધો હતો.
બર્નાર્ડ અરનોલ્ટ વર્ષ 2019માં 100 અરબ ડોલરની નેટવર્થના ક્લબમાં પહોંચી ગયા હતા. તે અગાઉ તેઓ એમેઝોનના જેફ બેજોસ અને માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સના ક્લબમાં પણ શામેલ થયા હતા. બર્નાર્ડ અરનોલ્ટ અને તેમના પરિવારની LVMHમાં ભાગીદારી છે. LVMHની 70થી વધુ બ્રાન્ડ છે, જેમાં Louis Vuitton, Moët & Chandon, Hennessy, Christian Dior, Fendi, Sephora અને Veuve Clicquot શામેલ છે. બર્નાર્ડ અરનોલ્ટની Christian Diorમાં 96.5 ટકા ભાગીદારી છે.
વર્ષ 1984માં બિઝનેસની શરૂઆત કરી
બર્નાર્ડ અરનોલ્ટે વર્ષ 1984માં લક્ઝરી ગુડ્સ માર્કેટમાં એટ્રી કરી હતી. તે સમયે અરનોલ્ટે એક ટેક્સટાઈલ ગ્રુપનું અધિગ્રહણ કર્યું હતું. આ ગ્રુપ પાસે ક્રિશ્ચિયન ડાયરનું સ્વામિત્વ હતું. તેના ચાર વર્ષ બાદ તેમણે કંપનીના અન્ય બિઝનેસ વેચી દીધા અને LVMHમાં કંટ્રોલિંગ સ્ટોક ખરીદ્યો હતો. અરનોલ્ટના આર્ટ કલેક્શનમાં મોર્ડન અને કન્ટેમ્પરરી પેઈન્ટિંગ્સ છે, જેમાં પિકાસો અને વારહોલ પેઈન્ટિંગ્સ પણ શામેલ છે.
ગત વર્ષે જાન્યુઆરી 2021માં બર્નાર્ડ અરનોલ્ટે LVMHને અમેરિકન જ્વેલરી કંપની ટિફિની એન્ડ કંપની ખરીદી હતી. બર્નાર્ડ અરનોલ્ટે 15.8 અરબ ડોલરમાં આ કંપની ખરીદી લીધી હતી. કોઈપણ લક્ઝરી બ્રાન્ડના અધિગ્રહણની આ સૌથી મોટી ડીલ હતી.
ધ ટર્મિનેટર નામથી ફેમસ થયા
વર્ષ 1985માં ફ્રાંસની સરકાર પાસેથી બર્નાર્ડ અરનોલ્ટે એક નાદાર ટેક્સટાઈલ કંપની બુસોકની ખરીદી કરી હતી. જેના બે વર્ષ બાદ તેમણે 9,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. ત્યાર બાદ તેમણે ડિયોર બ્રાંડને છોડીને મોટાભાગની સંપત્તિ વેચી દીધી હતી. ત્યારથી બર્નાર્ડ અરનોલ્ટને ‘ધ ટર્મિનેટર’ તરીકે ઓળખવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર