આશરે 5 વર્ષથી હૉસ્પિટલમાં દાખલ છે પૂનમ, છ કરોડનું બન્યું છે બિલ, જાણો શું છે આખો કેસ

આશરે 5 વર્ષથી હૉસ્પિટલમાં દાખલ છે પૂનમ, છ કરોડનું બન્યું છે બિલ, જાણો શું છે આખો કેસ
પૂનમ

હંમેશા ખુશ રહેતી 33 વર્ષની પૂનમ એકસેંચર કંપનીમાં બિઝનેસ રિપોર્ટિંગ એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી.

 • Share this:
  (કુશલ સત્યનારાયણ)

  પૂનમ (poonam) આશરે 5 વર્ષ પહેલા પેટમાં દુખાવો (Stomach Ache) થતા સારવાર માટે હૉસ્પિટલમાં (Hospital) ગઈ હતી. ત્યારથી આજદિન સુધી ડિસ્ચાર્જ (Discharge) થઇ નથી. તેમણે હૉસ્પિટલમાં દાખલ થયે 1921 દિવસ વીતી ગયા છે, પરંતુ તેમની રિકવરી અથવા ડિસ્ચાર્જ થવાની સંભાવના દેખાતી નથી. આ કદાચ હૉસ્પિટલની સારવારનો ભારતનો સૌથી લાંબો કિસ્સો છે. તેની ટ્રીટમેન્ટનું (Hospital treatment) બિલ હવે 6 કરોડના આંકને પાર કરી ગયું છે. પરિવારજનો આ મામલે હૉસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીઓ પર આરોપ લગાવ્યો છે. સવાલ એ છે કે શું થયું હતું કે, પૂનમ હજી ઘરે પરત આવી નથી?  પોલીસ અને સરકારની મદદ મળી નથી

  હંમેશા ખુશ રહેતી 33 વર્ષની પૂનમ એકસેંચર કંપનીમાં બિઝનેસ રિપોર્ટિંગ એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. આજે તે માંડ માંડ ખસી અને બોલી શકે છે. ડૉકટરોએ પરિવારને પાંચ વર્ષ પહેલા 'શરીરને ઘરે લઈ જવાનું જણાવ્યું હતું. જોકે, પરિવારને આશા છે કે, જો પૂનમની યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો ઘરે પરત આવી શકે છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે, પોલીસ અને સરકારમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ કોઈ મદદ મળી નથી.

  વિશ્વાસ નહીં થાય પણ ડાંગના આ ગામમાં રહે છે 'બોલતી કાબર', શાળાના શિક્ષકો અને બાળકો સાથે કરે છે વાતો

  "પૂનમ એક સંપૂર્ણ સ્વસ્થ છોકરી હતી"

  પૂનમના પતિ રાજેશ નાયરે આઈએમબી અને માઇક્રોસોફ્ટની નોકરી પત્નીની સંભાળ રાખવા માટે છોડી દીધી છે. બીજી તરફ, પરિવારે સારવારના 1.34 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. છેલ્લાં 5 વર્ષનાં દર્દને યાદ કરતાં નાયર કહે છે, "પૂનમ એક સંપૂર્ણ સ્વસ્થ છોકરી હતી, જે પેટની પીડાની ફરિયાદ લઈને મણિપાલ હોસ્પિટલમાં ગઈ હતી." તેણે કહ્યું, "પૂનમ સર્જરી દરમિયાન થયેલી ભૂલોને કારણે કોમામાં ગઈ હતી અને પથારીમાં છે."

  "હૉસ્પિટલે કાગળોમાં ચેડાં કર્યા છે"

  તેમણે જણાવ્યું હતું કે, પૂનમ અગાઉ હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલા કાગળોમાં પણ સ્વસ્થ હતી, પરંતુ હૉસ્પિટલને ખબર પડી કે તેમણે કંઇક ખોટું કર્યું છે, પછી તેમણે તબીબી સમરીમાં ચેડા કર્યા. નાયરે આરોપ લગાવ્યો હતો કે, કાગળો સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે પૂનમ હોસ્પિટલમાં આવી ત્યારે તેની હાલત નાજુક હતી. નાયરે કહ્યું, 'ઓક્ટોબર 2015માં, હોસ્પિટલ સતત કહેતું હતું કે, પૂનમ 3 અઠવાડિયાથી વધુ નહીં જીવે. જોકે, પૂનમના જીવન જીવવાના આગ્રહને કારણે, હોસ્પિટલ ઘણી વાર ખોટી સાબિત થઈ. તેણે કહ્યું કે પૂનમ પ્રારંભિક કોમામાંથી બહાર આવી છે.

  અમદાવાદ: સંસ્થાનો પ્રેસિડન્ટ યુવતીને કહેતો, 'મારે પાર્ટનર જોઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું'

  "હૉસ્પિટલે પૂનમની હાલત સુધારવા કોઇ પ્રયાસ કર્યા નથી"

  નાયરે આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલે પૂનમની હાલતમાં સુધારો લાવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. ન્યૂઝ18એ શહેરના કેટલાક જાણીતા ડોક્ટરો સાથે વાત કરી હતી, તેથી તેમણે નામ ગુપ્ત રાખવાની શરતે પર આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેઓએ આને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો છે.  એક ડૉક્ટરે કહ્યું કે, '20થી 40 વર્ષની વયના કોઈપણ યુવક કે જેમને પેટની ઈજા થાય છે અને પરિણામે આંતરડામાંથી લિક થાય છે, તો તે મહત્તમ 3 મહિનાની અંદર સ્વસ્થ થઇ જાય છે. અહીં અમે એક 28 વર્ષીય મહિલા વિશે વાત કરી રહ્યા છીએ અને તે 5 વર્ષથી હોસ્પિટલમાં દાખલ છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 30, 2021, 14:49 pm