પતિ જોતો હતો અશ્લિલ ફિલ્મ, રાત્રે કોલ ગર્લ્સ સાથે પણ વાત કરતો, પત્નીએ રોક્યો તો આપી આવી સજા

કોર્ટમાં આપેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તેના લગ્ન 11 નવેમ્બર 2019ના રોજ થયા હતા (પ્રતિકાત્મક તસવીર)

લગ્નના થોડા સમય પછી મહિલાને ખબર પડી કે તેના પતિને અશ્લિલ વીડિયો જોવાની આદત છે

 • Share this:
  બેંગલુરુ : કર્ણાટકના (Karnataka)બેંગલુરુમાં (Bengaluru)મહિલા ઉત્પીડનની (Woman Harassment) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિને અશ્લિલ વીડિયો (Porn Video)જોવાની લત હતી. જ્યારે તેણે પતિની આ લતનો વિરોધ કર્યો તો તેને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. પત્નીને બળજબરીથી સડેલું ખાવાનું ખાવા માટે મજબૂર કરવામાં આવતી હતી.

  મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંગલુરુની 36 વર્ષની મહિલાએ પતિ સામે પ્રથમ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટમાં આપેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તેના લગ્ન 11 નવેમ્બર 2019ના રોજ થયા હતા.

  આ પણ વાંચો - ઘરમાં 17 વર્ષીય યુવતી અને 50 વર્ષીય મહિલાની અર્ધનગ્ન હાલતમાં મળી હતી લાશ, હવે થયો ચોંકાવનારો ખુલાસો

  તેણે આરોપ લગાવ્યો છે કે લગ્નના સમયે તેના પરિવારજનો પાસેથી બે લાખ રૂપિયા રોકડા અને 1 લાખ રૂપિયા સોનું દહેજ તરીકે લેવામાં આવ્યું હતું. લગ્નના થોડા સમય પછી તેને ખબર પડી કે તેના પતિને અશ્લિલ વીડિયો જોવાની આદત છે. તેનો આરોપ છે કે પતિ રાત્રે કોલ ગર્લ્સ સાથે પણ વાત કરતો હતો.

  ફરિયાદમાં મહિલાએ કહ્યું કે જ્યારે તેણે પતિની આ વાતનો વિરોધ કર્યો તો તેણે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિનો પરિવાર પણ તેને સાથ આપતો હતો. મહિલાને બળજબરીથી સડેલું ખાવાનું ખાવા મજબૂર કરતા હતા. સાથે કોઇપણ પારિવારિક કાર્યક્રમમાં લઇ જવાનું પણ બંધ કરી દીધું હતું. મહિલાની ફરિયાદ પર કોર્ટે બસાવનાગુડી પોલીસને કેસની તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

  આ પણ વાંચો - સગીર પુત્રી પર ખરાબ નજર રાખતો હતો પ્રેમી, પ્રેમિકાએ પેટ્રોલ નાખીને પ્રેમીને સળગાવી દીધો

  પત્નીની હત્યા કરી પતિએ કરી આત્મહત્યા

  પત્નીની હત્યા કરીને આત્મહત્યા (Suicide)કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહના મામલે મોટો ખુલાસો થયો છે. હિરા સિંહની સુસાઇડ નોટ પોલીસને (Police)મળી આવી છે. પત્નીની બેવફાઇના કારણે તેમણે પહેલા પત્નીની હત્યા (Murder)કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં (Suicide note)તેમણે પત્નીના લવ ટ્રાએંગલની (Love Triangle)વાત લખી છે. તેમાં લખ્યું છે કે હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને જીવ આપી રહ્યો છું.
  Published by:Ashish Goyal
  First published: