Home /News /national-international /બેંગલુરુમાં આપત્તિજનક પોસ્ટને લઈ ભડકી હિંસા, ફાયરિંગમાં 2 લોકોનાં મોત, 60 ઘાયલ

બેંગલુરુમાં આપત્તિજનક પોસ્ટને લઈ ભડકી હિંસા, ફાયરિંગમાં 2 લોકોનાં મોત, 60 ઘાયલ

બેંગલુરુ હિંસાઃ આપત્તિજનક પોસ્ટને લઈ કૉંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ, ઘરમાં થઈ તોડફોડ

બેંગલુરુ હિંસાઃ આપત્તિજનક પોસ્ટને લઈ કૉંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ, ઘરમાં થઈ તોડફોડ

બેંગલુરુઃ કર્ણાટક (Karnataka)ના પાટનગર બેંગલુરુ (Bengaluru Violence)ના કેટલાક વિસ્તારોમાં મંગળવાર મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા (Communal Violence) ભડકી ગઈ. આ દરમિયાન ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 60થી વધુ પોલીસકર્મી ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી જાણકારી મુજબ, ઉત્તર બેંગલુરુના પુલકેશી નગર વિધાનસભા સીટથી કૉંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Congress MLA Srinivas Murthy)ના એક કથિત સંબંધીએ પૈગંબર મોહમ્મદને લઈને સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરી હતી. જેની પ્રતિક્રિયામાં હિંસા થઈ.

સમાચાર એજન્સી ANI મુજબ, આ પોસ્ટ વાયરલ થયા બાદ લઘુમતી સમુદાયના સભ્યો એક સ્થળે એકત્ર થયા અને કૉગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીવાસ્તવ મૂર્તિના ઘર પર પથ્થરો ફેંક્યા. ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. અનેક ગાડીઓને આગને હવાલે કરી દેવામાં આવી. પોલીસ પર પથ્થરમારો અને બોટલોથી હુમલો કરવામાં આવ્યો.


આ પણ વાંચો, પત્નીના મોત બાદ બનાવ્યું તેના સપનાનું ઘર, સિલિકોન વેક્સ સ્ટેચ્યૂની સાથે કર્યો ગૃહ પ્રવેશ

પોલીસે પોતાને ધારાસભ્યનો ભત્રીજો કહેવડાવતા નવીન નામના યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે યુવકે દાવો કર્યો કે તેનું ફેસબુક એકાઉન્ટ હૅક થઈ ગયું હતું. તેણે આપત્તિજનક પોસ્ટ નથી કરી, જેમાં કથિત રીતે પૈગંબરના અપમાનની વાત કહેવામાં આવી રહી છે.

બેગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, પોલીસે કરેલા ફાયરિંગમાં બે લોકોનાં મોત થયા છે. હિંસામાં એડિશન પોલીસ કમિશ્નર સહિત 60 પોલીસકર્મી ઘાયલ થયા છે. બેંગલુરુમાં CRPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી 110 લોકોની અટકાયત કરવામાં આવી છે.


આ પણ વાંચો, ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત

આ હિંસા બાદ ધારાસભ્ય મૂર્તિએ એક વીડિયો મેસેજ જાહેર કરીને લોકોને સંયમ રાખવાની અપીલ કરી. ધારાસભ્યએ કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે કેટલાક ઉપદ્રવીઓની ભૂલના કારણે આપણે હિંસામાં સામેલ ન થવું જોઈએ. લડવા-ઝઘડવાની કોઈ જરૂર નથી. આપણે સૌ ભાઈ છીએ. આપણે કાયદા અનુસાર દોષીઓને સજા અપાવીશું. અમે પણ આપની સાથે છીએ. હું મારા દોસ્તોને શાંતિ રાખવાની અપીલ કરું છું.
First published:

Tags: Bengaluru, Crime news, Crime Report, Violence, અથડામણ, કોંગ્રેસ, પોલીસ

विज्ञापन