બેંગુલરુ : મંદિરને હિંસક ભીડની બચાવવા માટે મુસ્લિમ યુવકોએ બનાવી હ્યુમન ચેન, Video Viral

બેંગુલરુ : મંદિરને હિંસક ભીડની બચાવવા માટે મુસ્લિમ યુવકોએ બનાવી હ્યુમન ચેન, Video Viral
હ્યૂમન ચેનની તસવીર

 • Share this:
  કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru Violence)ના પુલાકેશી નગરમાં મંગળવારે રાતે ભીડે પોલીસ સ્ટેશન અને કોંગ્રેસ વિધાયકના મકાનમાં તોડફોડ કરી. આ ઘટના વિધાયકના એક કથિત સંબંધી દ્વારા સોશિયલ મીડિયામાં સાંપ્રદાયિક મુદ્દે એક પોસ્ટ શેર કર્યા પછી હિંસક તોફાન થયા હતા. પોલીસે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો વિધાયક અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Srinivas Murthy) ઘરની પાસે જમા થયા અને તોડફોડ કરી અને પછી ત્યાંના વહાનોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા હતા. આ પછી ભીડે તે વિચારીને પોલીસ સ્ટેશને નિશાનો બનાવ્યો કે પોલીસે આરોપીને પકડી રાખ્યો છે.

  આ દરમિયાન હિંસક ભીડે એક મંદિરને પણ નિશાનો બનાવાનો પ્રયાસ કર્યો હતો પણ કેટલા લોકો સામે આવી મંદિરને નુક્શાન કરતા બચાવવા રોકી હતી. આ મામલે કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ 19 સેકન્ડના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
  વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે હિંસક ભીડે મંદિરને નિશાનો બનાવાનો પ્રયાસ કરવા આગળ આવી પણ કેટલાક મુસ્લિમ યુવકોએ હ્યૂમન ચેન બનાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ વીડિયોમાં પણ તમે સાંભળી શકો છો કે લોકો કહે છે કે અલ્લાહના વાસ્તે આવું ન કરો.  આ આખી ઘટનામાં વિધાયકના સંબંધીએ કથિત રૂપે એક પોસ્ટ મીડિયામાં શેર કરતા એક સમુદાયના લોકો ભડકી ઉઠ્યા હતા. જે પછી વિધાયકે સમુદાયના લોકોને હિંસા ન કરવાની અપીલ કરી હતી. વીડિયો સંદેશમાં તેણે કહ્યું હતું કે હું મુસ્લિમ ભાઇઓને અપીલ કરું છું કે તે ઉપદ્રવીઓની ભૂલના કારણે હિંસાાં સામેલ ન થાય અને લડાઇ ઝગડાની કોઇ જરૂરિયાત નથી. આપણે બધા ભાઇ છીએ. અને કાનૂન મુજબ દોષીને સજા આપવામાં આવી રહી છે. હું મુસ્લિમ મિત્રોને અપીલ કરું છું કે તે શાંતિ બનાવી રાખે. (ભાષા ઇનપુટની સાથે)
  Published by:Chaitali Shukla
  First published:August 12, 2020, 11:28 am