બેંગલોર ટ્રાફિક પોલીસે એેવું તે શું કર્યું કે આખું શહેર કરી રહ્યું છે વખાણ?

News18 Gujarati
Updated: May 2, 2019, 11:06 PM IST
બેંગલોર ટ્રાફિક પોલીસે એેવું તે શું કર્યું કે આખું શહેર કરી રહ્યું છે વખાણ?

  • Share this:
આઇટી સિટી બેંગલુરુમાં ટૂંક સમયમાં એટલે કે એક મહિનામાં જ ચોમાસુ શરૂ થશે, એવામાં શહેરમાં ચારે બાજુ થયેલા ખાડાથી લોકો પરેશાન હતા. પરંતુ આ દરમિયાન બેંગલુરની ટ્રાફિક પોલીસના જવાનોએ એક અનોખી પહેલ કરી, આ પહેલી હતી કે શહેરભરમાં ખાડા પૂરવાનું.

શહેરના ટ્રાફિક પોલીસના જવાનોએ ગુરુવારે બેંગલોરના રસ્તા પર પડેલા 221 ખાડા ભરી દીધા. જે ચોમાસા દરમિયાન ઘાતક સાબિત થઇ શકે એવા હતા. આ વાતની જાણકારી બેંગલોર ટ્રાફિક પોલીસે ગુરુવારે આપી. સાથે જ પોલીસે હવે એવા વિસ્તારોની નોંધ કરી જ્યાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા થાય છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મદારીઓની વસ્તીમાં પ્રિયંકાનો કોબ્રા સાથે કરી રમત, વીડિયો

બેંગલોર ટ્રાફિક પોલીસની ઉત્તમ કામગીરી


બેંગલોરના એડિશનલ કમિશનલ પી હરિકૃષ્ણને કહ્યું કે આ એક સારી શરૂઆત છે. બેંગલોર ટ્રાફિક પોલીસે લોકોને દુર્ઘટનાઓથી બચાવવા માટે આ એક અનોખી પહેલ છે. આ દરમિયાન એક જ દિવસમાં શહેરના જાણીતા વિસ્તારોમાં ખાડાને ભરવામાં આવ્યા હતા.

બેંગલોર સિટી કોર્પોરેશનને ગત વર્ષે પણ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી, ગત ચોમાસા દરમિયાન શહેરમાં અંદાજે 1 હજાર ખાડા એવા હતા જે પૂરવામાં આવ્યા ન હતા અને તેના કારણે દુર્ઘટના સર્જાઇ હતી.
First published: May 2, 2019, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading