બેંગલુરુઃ કર્ણાટક (Karnataka)ના પાટનગર બેંગલુરુ (Bengaluru)માં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ (Police)એ આપેલી જાણકારી મુજબ અહીં એક મંદિરના 61 વર્ષીય પૂજારીએ કથિત રીતે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. નોંધનીય છે કે પૂજારીએ કથિત રીતે આ દુષ્કર્મની ઘટનાને પોતાની દીકરીના ઘરે અંજામ આપ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચિક્કાબલ્લાપુરા નિવાસી વેંકટરામનપ્પા પોતાના જમાઈની ગેરહાજરીમાં મંદિરની દેખભાળ કરતા હતા. આ ઘટના મંગળવાર સાંજે બની જ્યારે વેંકટરામનપ્પાએ જોયું કે બાળકી મંદિર પરિસરની બહાર રમી રહી હતી. પૂજારીએ કથિત રીતે બાળકીને મીઠાઈની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી.
આ પણ વાંચો, Maruti Suzukiએ શરૂ કરી ખાસ સ્કીમ! ગાડી ખરીદ્યા વગર Swift Dzire, Vitara Brezza જેવી કારના બનો માલિક
ઉત્તર પૂર્વના ડીસીપી સીકે બાબાએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકી પૂજારીના ઘરની અંદર ગઈ. આ દરમિયાન બાળકીની દાદી તેની શોધખોળ કરવા માટે આવી. જ્યારે દાદીએ પોતાની પૌત્રીને બોલાવી તો મંદિરની બહાર ફુલ વેચનારી એક મહિલાએ તેને જણાવ્યું કે, બાળકી પૂજારીની સાથે હતી. બાળકીના ઘરની બહાર દોડીને આવી. ગુસ્સે ભરાયેલી દાદીએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી અને અમે તેની ધરપકડ કરી લીધી.
આ પણ વાંચો, Survey Report: લાંચખોરીમાં ભારતના લોકો એશિયામાં નંબર-1, પોલીસ સૌથી ભ્રષ્ટ
ડીસીપીએ કહ્યું કે, મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ અને ફુલવાળાના નિવેદનના આધાર પર વેંકટરામનપ્પાને પોક્સોની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી શકે છે. તેઓએ કહ્યું કે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને તેના આધાર પર આ મામલામાં કેટલીક વધુ કલમો ઉમેરવામાં આવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:November 27, 2020, 09:23 am