ફી જમા નહીં કરાવી શકતા પ્રિન્સિપાલે આપી સજા, સ્ટુડન્ટનો આપઘાત

સાઈદીપ્તિના મૃતદેહની નજીક એક ચીઠ્ઠી પણ મળી છે. જેમાં લખ્યું હતું, 'સોરી મોમ, તેમણે મને પરીક્ષામાં બેસવા ન દીધી.'

સાઈદીપ્તિના મૃતદેહની નજીક એક ચીઠ્ઠી પણ મળી છે. જેમાં લખ્યું હતું, 'સોરી મોમ, તેમણે મને પરીક્ષામાં બેસવા ન દીધી.'

 • Share this:
  હૈદરાબાદના મલકાજગિરી વિસ્તારમાં એક નવમાં ધોરણની સ્ટુડન્ટે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે સ્ટુડન્ટ સ્કૂલમાં ફી જમા નહીં કરવા શકવાને લઈને પરેશાન હતી. સ્ટુડન્ટનું નામ સાઈદીપ્તિ છે. તેનો મૃતદેહ ગુરુવારે સાંજે ઘરે સીલિંગ ફેન સાથે લટકતો મળ્યો હતો.

  સાઈદીપ્તિના મૃતદેહની નજીક એક ચીઠ્ઠી પણ મળી છે. જેમાં લખ્યું હતું, 'સોરી મોમ, તેમણે મને પરીક્ષામાં બેસવા ન દીધી.'

  સાઈદીપ્તિ એએલએસ નગરની જ્યોતિ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ગયા મહિના રૂ. 2000ની ફી ન ચુકવી શકવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલે તેને ક્લાસ બહાર ઉભી રાખી દીધી હતી. બીજા સ્ટુડન્ટ્સની સામે સાઈદીપ્તિને પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી આપવામાં આવી હતી. આવા અપમાનને કારણે તેણે આપઘાત કરી લીધો હતો.

  પોલીસે કેસ નોંધી લીધો છે. બાળ અધિકારી માટે કામ કરતા સંગઠનોએ સ્કૂલના પ્રિન્સિપાલની વિરુદ્ધ હત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવાની માગણી કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: