ઓવૈસીના મંચથી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીને 14 દિવસની જેલ, પિતાએ કહ્યું- આ હરકત સાંખી ન લેવાય

News18 Gujarati
Updated: February 21, 2020, 11:01 AM IST
ઓવૈસીના મંચથી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીને 14 દિવસની જેલ, પિતાએ કહ્યું- આ હરકત સાંખી ન લેવાય
પોલીસે અમૂલ્યા લિયોનાની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો, અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે

પોલીસે અમૂલ્યા લિયોનાની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો, અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે

  • Share this:
બેંગલુરુ : ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસુદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ના મંચથી પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારી યુવતીને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. અમૂલ્યા લિયોના (Amulya Leona)નામની આ યુવતીએ ગુરુવારે બેંગલુરુમાં આયોજિત AIMIMની એક રેલીમાં ઓવૈસીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. યુવતીએ આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદો (CAA), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 124A હેઠળ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. અમૂલ્યાને પરપ્પાના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, જે સમયે યુવતીએ મંચ પરથી પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા તે સમયે અસદુદ્દીન ઓવૈસી એ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પિતાએ કહ્યું, દીકરીનું વર્તન સાંખી ન લેવાય

આ સમગ્ર મામલામાં અમૂલ્યા લિયોનાના પિતાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમની દીકરએ CAA વિરુદ્ધની રેલીમાં જે કંઈ પણ કર્યું તે બિલકુલ ખોટું હતું. તેઓએ કહ્યું કે દીકરીની આ હરકત સહન કરી શકાય તેવી નથી. તેઓએ કહ્યું કે મેં અનેકવાર દીકરીને આ આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી હતી પરંતુ તેણે મારી વાત માની નહીં.

અમૂલ્યા લિયોનના પિતાએ કહ્યું કે હું હાર્ટનો દર્દી છું. તેણે મને કાલે વાત કરી હતી અને મારી તબિયતનો હાલચાલ પૂછ્યો હતો. ત્યારબાદથી જ મારી તેની સાથે કોઈ વાત નથી થઈ.

ઓવૈસીએ કહ્યું- ખા ખૂબ જ ખરાબ હરકત

બીજી તરફ, ઓવૈસીએ કહ્યું કે હું નમાજ પઢવા પાછળ જઈ રહ્યો હતો. ત્યારે મેં જ્યારે આ સહન ન કરી શકાય તેવા નારા સાંભળ્યા તો તેને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ યુવતીને ત્યાંથી હટાવી દેવામાં આવી. હું તેની નિંદા કરું છું. ઓવૈસીએ કહ્યું કે આ લોકો ગાંડા છે એન આ લોકોને દેશથી કોઈ પ્રેમ નથી. આ પ્રકારની હરકત ક્યારેય સહન ન કરી શકાય.

આ પણ વાંચો, CAA વિરોધી સભામાં મહિલાએ લગાવ્યા પાકિસ્તાનના સર્મથનમાં નારા
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading