Home /News /national-international /VIDEO: દેશમાં બની રહેલા આ શાનદાર એક્સપ્રેસવેને જોઈને તમે કહેશો, આ તો વિદેશને પણ ટક્કર મારશે

VIDEO: દેશમાં બની રહેલા આ શાનદાર એક્સપ્રેસવેને જોઈને તમે કહેશો, આ તો વિદેશને પણ ટક્કર મારશે

bengaluru mysur expressway

કર્ણાટકના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. સીએન અશ્વથ નારાયણે બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવેનો આ વીડિયો હેલીકોપ્ટરમાંથી લીધેલો હોવાનો, તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    બેંગલુરુ: કર્ણાટકમાં એવો એક્સપ્રેસ વે બનાવ્યો છે, જો વિદેશોમાં બનેલા એક્સપ્રેસ વેને પણ ટક્કર આપી શકે છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કર્ણાટકના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. સીએન અશ્વથ નારાયણે બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવેનો આ વીડિયો હેલીકોપ્ટરમાંથી લીધેલો હોવાનો, તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈને યુઝર્સે પ્રતિક્રિયા આપી રહ્યા છે. મંત્રી દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં 10 લેના એક્સપ્રેસવેને અલગ અલગ એંગલથી બતાવામાં આવ્યો છે. વીડિયોમાં તેની નીચે બની રહેસા રેલવે ટ્રેકમાંથી એક ટ્રેન પસાર થતી દેખાઈ રહી છે. આ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કેંગેરીથી મૈસૂર સુધી આ એક્સપ્રેસવેનો ઉદ્દેશ્ય હાલના સાડા ત્રણ કલાકની યાત્રાને ઘટાડીને ફક્ત દોઢ કલાક કરવાનો છે.

    આ વીડિયોને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ પણ હેરાન થઈ ગયા છે. મંત્રીએ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, દેશભક્તિ માટે ગતિ શક્તિ! અમારા રામનગર ખંડની નજીક બની રહેલા નવનિર્મિત બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવેનો આ મંત્રીમુગ્ધ કરી દેતું એક શાનદાર દ્રશ્ય અને #NewIndia એક સાચ્ચું પ્રમાણ છે. #AmritKaal #GatiShakti” મંત્રીએ આ વીડિયો પ્રધાનમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ભાજપ સાસંદ પ્રતાપ સિમ્હાના સત્તાવાર ટ્વિટર હૈંડલ પર ટૈગ કર્યો છે.


    લોકો કરી રહ્યા છે વખાણ


    બુધવારે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 25,000થી વધારે વખત જોવાઈ ચુક્યો છે. તેના નિર્માણમાં લાગેલા અધિકારીઓ અને પ્રશાસના પણ વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને કોડાગુ મૈસૂરથી સાંસદ પ્રતાપ સિમ્હા જેમણે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસેથી આ પ્રોજેક્ટ માટે મંજૂરી અપાવાનું કામ કર્યું છે. એક સોશિયલ મીડિયા યુઝર્સે સિમ્હાના વખાણ કરતા લખ્યું છે કે, “@mepratap આપે વચન પુરુ કર્યું છે. આખી પ્રક્રિયા દરમિયાન તેમનો પ્રયાસ 100 ટકા સ્પષ્ટ હતો અને તે હંમેશા તમામ અપડેટ રાખતા હતા. બેંગલુરુથી મૈસુર સુધી ડ્રાઈવ કરવાનું કેટલું સુખદ બન્યું, આપ આધુનિક યુગના સાચ્ચા નેતા છો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Expressway, Karnataka news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन