કર્ણાટક : બેંગલુરૂનાં મેયરને સીએમને ભેટ આપવી ભારે પડી, પાલિકાએ દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: August 4, 2019, 2:27 PM IST
કર્ણાટક : બેંગલુરૂનાં મેયરને સીએમને ભેટ આપવી ભારે પડી, પાલિકાએ દંડ ફટકાર્યો
મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુનની મુખ્ય મંત્રી યેદિયુરપ્પા સાથેની એ મુલાકાતની ફાઇલ તસવીર

મહાનગર પાલિકાએ મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુન પર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બેંગલુરૂના મેયરને કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને ગિફ્ટ આપવી ભારે પડી છે. મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુને મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટળી એક ભેટ આપી હતી. આ તસવીર સામે આવતાની સાથે જ પાલિકાએ મેયરને દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મેયરે થોડા દિવસ પહેલાં મુખ્ય મંત્રી યેદિયુરપ્પાની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય મંત્રીને એક ભેટ આપી હતી. આ તસવીરને પુરાવા તરીકે રાખી અને પાલિકાએ જ મેયરને દંડ ફટકારતા સમગ્ર -દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો :  ચંદ્રયાન-2એ મોકલી પહેલી તસવીર, જુઓ અંતરીક્ષથી પૃથ્વીનો અદ્ભુત નજારોપ્રાપ્ત અહેવાલો મુજબ કર્ણાટક રાજ્યમાં પ્લાસ્ટિકની કોથળીઓ પર લાગેલા પ્રતિબંધના અનુસંધાનમાં બેંગલુરૂ મહાનગર પાલિકાએ વર્ષ 2016માં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દેશના 18 રાજ્યોમાં પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરળ અને પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સ્થળે અથવા તો ઐતિહાસિક સ્મારકો પર પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદન અને વપરાશ પર કેટલાક અંશે પ્રતિબંધ લાદ્યો છે.
First published: August 4, 2019, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading