બેંગલુરુમાં એક મજૂરે રસ્તા પર જતા સાત લોકો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, એકનું મોત

News18 Gujarati
Updated: October 19, 2020, 11:40 AM IST
બેંગલુરુમાં એક મજૂરે રસ્તા પર જતા સાત લોકો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, એકનું મોત
બેંગલુરુમાં જ્યાં ઘટના થઇ તે વિસ્તાર પોલીસે કોર્ડન કર્યો છે.

મૃતકની ઓળખ 30 વર્ષીય ગણેશ તરીકે થઇ છે. જે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતો.

  • Share this:
બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે 30 વર્ષીય મજૂરે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી અને અન્ય 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પોલીસે જણાવ્યું કે આરોપી ગણેશે સવારે 8:30 વાગે અંજનપ્પા ગાર્ડનમાં વિનાયક થિયેટરની પાસે સ્થિત એક મટન શોપ પર ગયો. ત્યારથી ચાકુ ચોરીને તે ભાગી ગયો. તે પછી રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને પર તેણે ચાકુથી પ્રહાર કહ્યા. જેમાંથી એક ઇજાગ્રસ્ત મજૂરની હોસ્પિટલમાં મોત થઇ ગઇ. બાકી અન્યને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકની ઓળખ 30 વર્ષીય ગણેશ તરીકે થઇ છે. જે રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતો. તેણે જે લોકો પર હુમલો કર્યો છે તેમના નામ છે વેલયુઘમ, રાજેશ, સુરેશ, આનંદ અને પ્રકાશ. જેમાંથી વેલયુધમની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યા મુજબ ગણેશે અંજનપ્પા ગાર્ડન, બખ્શી ગાર્ડન અન બલેકાઇ મંડીની આસપાસ લગભગ બે કિલોમીટર સુધી પગપાળા જતા લોકોને અકારણે ચપ્પુથી વાર કર્યો છે. જેનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ બની ગયો છે.

લોકોએ બૂમા બૂમ કરી દેતા એક નિરીક્ષક અને કોન્સેટબલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને તેમણે હમલાખોરને પકડીને તેની પાસેથી ચાકુ જપ્ત કર્યું હતું. પોલીસનું કહેવી છે કે આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને તેની પર કલમ 302 અને 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે શરૂઆતી તપાસથી જાણકારી મળી છે કે જે જે લોકો પર ગણેશ હુમલો કર્યો છે તે ગણેશને જાણતા નહતા. તે લોકો સામાન્ય દિવસની જેમ બસ ત્યાંથી રસ્તો પસાર કરી રહ્યા હતા. આરોપીના પરિવારનો દાવો છે કે ગણેશ માનસિક રીતે અસ્થિર છે. અને હાલ પોલીસ તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

વધુ વાંચો : Amazon, Flipkart જેવી કંપનીઓએ ફેસ્ટિવલ સેલમાં તોડ્યો રેકોર્ડ, અનેક સેલર્સ થયા લખપતિ

ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર બેંગલુરુમાં કદાચ બન્યું હશે કે આટલી મોટી સંખ્યામાં રસ્તે જતા લોકો પર કોઇએ ચાકુથી હુમલો કર્યો હોય. ચોક્કસથી આ ઘટના પછી અહીંના લોકો ભયભીત છે. પોલીસ પણ આ મામલે હાલ વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારના 'લોન વૂલ્ફ' અટેક થાય છે. જ્યાં લોકો અચાનક જ અકારણે ગન કે કોઇ હથિયારથી અકારણે રસ્તે જતા લોકો પણ જીવલેણ હુમલા કરે છે.
Published by: Chaitali Shukla
First published: October 19, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading